સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા દ્વારા દીવ જિલ્લા ની તમામ સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, દીવ

       સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા દ્વારા દીવ જિલ્લા ની તમામ સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંગે બાળકોનું સ્ક્રીનિંગ તપાસનું આયોજન કરવામાં આવેલ જેમાં ડો.જાગૃતિબેન દ્વારા જણાવેલ કે (RBSK) એ NHM અંતર્ગત ચાલતો પ્રોગ્રામ છે જેમાં જન્મથી ૧૯ વર્ષ સુધી બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ૦ થી ૬ વર્ષ સુધી વર્ષમાં બે વાર આંગણવાડીમાં તપાસ કરવામાં આવે છે અને ૬ થી ૧૯ વર્ષ સુધી બાળકોનું સ્કૂલમાં તપાસ કરવામાં આવે છે.

જેનો મુખ્ય ઉદેશય બાળકોનું વહેલું નિદાન, તપાસ અને સારવાર છે. જેમાં ૪ડી સ્ક્રીનિંગ કરવામાં આવે છે (જન્મ જાત ખોડખાપણ, પોષક તત્વ ને ઉણપ, રોગ, વિકાસમાં અવરોધ) આ ૪ડી નું સ્ક્રીનિંગ કરી તેની નિદાન અને સારવાર કરવામાં આવે છે, દીવમાં આ કાર્યક્રમ RBSK ટીમ દ્વારા આંગણવાડી અને તમામ સ્કૂલોમાં કરવામાં આવે છે.

રિપોર્ટર : વિજ્યલક્ષ્મી પંડયા, દીવ


Advt.

Related posts

Leave a Comment