મિશન શક્તિ દીવ ITI ઘોઘલા તથા પોલીસ વિભાગ દીવનાં સંયુક્ત ઉપક્રમે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દીવ 

     મિશન શક્તિ દીવ ITI ઘોઘલા, તથા પોલીસ વિભાગ, દીવ ના સંયુક્ત ઉપક્રમે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો.

    સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી ફરમાન બ્રમહા તેમજ ડે. સેક્રેટરી મનોજ પાંડે નાં દિશા – નિર્દેશન તેમજ દિવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનું પ્રભાના માર્ગદર્શન તથા સીડીપીઓ શ્રીમતી ગાયત્રીબેન જાટ ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ કરવા અંગેનું માર્ગદર્શન મળેલ.

આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રીમતી દિપીકાબેન ભગત, એસ.એચ.ઓ., દીવ દ્વારા ભારતમાં લાગુ કરવામાં આવેલ નવા ત્રણ કાયદાઓ વિશે વિસ્તૃત સમજૂતી આપી. જેમાં ઇન્ડિયન પીનલ કોડ ની જગ્યા એ ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવેલ છે જેમાં સ્નેચિંગ, આતંકવાદ, ઓર્ગેનાઈઝડ ક્રાઇમ, કીડનેપિંગ, કમ્યુનિટી સર્વિસ, મોબ લોન્ચિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ માં હવે ઇ – એફ.આર.આઇ. તમે દેશના કોઈ પણ સ્થળે થી કરી શકશો. ત્યાર બાદ દિવસ ૩ માં પોલીસ સ્ટેશન પર જઈ ને ફરિયાદ દાખલ કરી શકો. ધરપકડ માટે જામીનપાત્ર અને બિન જામીનપાત્ર બંને નો સમાવેશ કરવામાં આવ્યો છે.

   ઉપરાંત ઇ – સમન્સ તથા બળાત્કારના પીડિતા માટે મહિલા સ્ત્રી રોગ નિષ્ણાતની પણ જોગવાઈ કરવામાં આવી છે.ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંતર્ગત ઇલેક્ટ્રોનિક એવિડન્સ માન્ય રાખવામાં આવ્યા છે. જેમાં સાક્ષી હાજર ન હોય તો વિડિયો કોન્ફરન્સ દ્વારા રેકોર્ડિંગ કરી કોર્ટની કાર્યવાહી કરી શકે છે. BNS – કલમ -226 વિશે ની વિસ્તૃત માહિતી આપવામાં આવી. જેમાં પોલીસ અથવા સરકારી કર્મચારીઓને ફરજ રૂકાવટ, ડરાવવું અથવા ધમકાવાવ, હાની પહોચાડવાનો પ્રયત્ન કરે તો તેવા વ્યક્તિ પર પણ કાયદેસરની ગુનો લાગુ પડે છે. આ ઉપરાંત સાઇબર ક્રાઇમ ને પણ કાયદા અંતર્ગત આવરી લેવામાં આવ્યું છે. જીલ્લા મહિલા સશક્તિકરણ ના જીલ્લા મિશન કો ઓર્ડીનેટર નીસર્ગભાઇ દ્વારા પોકસો એક્ટ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, ઘરેલુ હિંસા – 2005, કામકાજ ના સ્થળે મહિલા પર થતી જાતીય સતામણી -2013, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ – 2006 વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી. તથા તેમના આ ક્ષેત્ર ના વિવિધ અનુભવો વિશે પણ માહિતી આપવામાં આવી.

   આજના કાર્યક્રમમાં મિશન શક્તિની યોજનાકીય માહિતી જેન્ડર સ્પેશીયાલિસ્ટ ડો. તૃપ્તિ છાંટબાર દ્વારા આપવામાં આવી. મહિલા હેલ્પલાઇન ના રવિશાબેન રોહિતભાઈ દ્વારા 181 મહિલા હેલ્પલાઇન શું છે અને તેની સમગ્ર સિસ્ટમ વિશે સમજાવવામાં આવ્યું.

બાળ વિકાસ પ્રોજેક્ટ વિભાગના અધિકારી શ્રીમતી ગાયત્રી આર જાટના માર્ગદર્શન હેઠળ નિસર્ગ ઉપાધ્યાય (જિલ્લા મિશન સંયોજક), ડૉ. તૃપ્તિ છાંટબાર, રવીશા રોહિત, અસીમભાઈ મન્સૂરી , પોલીસ વિભાગ, ITI પ્રિન્સિપાલ અને શિક્ષકગણ તથા વિદ્યાર્થીમિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ


Advt.

 

Related posts

Leave a Comment