છોટાઉદેપુર જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

 રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તા.૧૦/૦૬/૨૦૪ થી રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.

જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાના ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૧૦ આયુષ્માન આરોગ્ય મંદિર અને એક શહેરી આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા તમામ ગામોમાં આશા બહેનો તથા પુરૂષ સ્વયં સેવકોની ૧,૧૧૫ ટીમ દ્વારા ઘરે ઘરેફરીને રક્તપિતના શંકાસ્પદ કેસ શોધવાની કામગીરી કાર્યરત છે. રક્તપિત દર્દી શોધ અભિયાનની કામગીરી દરમિયાન તા.૦૪/૦૭/૨૦૨૪ સુધીમાં જિલ્લાના ૧,૮૮,૪૪૮ ઘરોની મુલાકાત લઈ ૯,૬૪,૦૮૯ લોકોની તપાસ કરવામાં આવી છે.

આ તપાસમાં જિલ્લામાં ૪૨ એમ.બી. કેસ અને ૨૨ પી.બી. કેસ મળી કુલ ૬૪ કેસ ધ્યાને આવ્યા છે. તમામ દર્દીઓને સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે, તેમજ બાકી લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.


Advt.

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment