જામનગરની જી.જી. હોસ્પિટલના NRC વિભાગ દ્વારા પોષણમાસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

   જામનગરની જીજી હોસ્પિટલના NRC (Nutrition Rehabilitation Centre) વિભાગ દ્રારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સેન્ટર ખાતે વિવિધ વાનગીઓ બનાવી પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં સરગવાના પાનના મુઠીયા, મિક્ષ દાળની ઇડલી, મિક્ષ દાળનો હાંડવો, સોયા મિલ્ક, બનાના શેક, વેજિટેબલ રાયતું, ફ્રુટસલાડ, ગાજર દૂધીની ખીર, વેજીટેબલ સલાડ, ફ્રૂટ ડીશ, મિક્ષ વેજ સોયા પુલાવ, મલ્ટીગ્રેઇન સુખડી, બીટ કોકોનટ લાડુ, પાલક પુરી વગેરે પોષણ, પ્રોટીન, ફાઈબર, મલ્ટી વિટામિનથી ભરપુર હતી તેમજ કુપોષિત બાળકો સાથે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

પોષણમાસની ઉજવણીમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક એસ. તિવારી, આર.સી.એચ.ઓ. ડો. નુપુર પ્રસાદ, ડો. મૌલીક શાહ, યજ્ઞેશ ખારેચા, મયુરી સામાણી વગેરે સહભાગી થયા હતા. એન.આર.સી ન્યુટ્રીશનીસ્ટ ક્રિષ્ના દવે તેમજ આસિસ્ટન્ટ ન્યુટ્રીશન બુખારી મોમીના ના માર્ગદર્શન હેઠળ NRC ટીમના હિના બેન, કપિલા બેન સહિતના સભ્યો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

Related posts

Leave a Comment