હિન્દ ન્યુઝ, ભાવનગર ઓક્ટોબર-૨૦૨૪ મહિનાનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૧૦/૨૦૨૪ને બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટર-પાલીતાણા, જિલ્લા વિકાસ અધિકારી-ઉમરાળા તથા પોલીસ અધિક્ષક – ભાવનગર ગ્રામ્યનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ના અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં સંબંધિત…
Read MoreDay: October 3, 2024
૨૪ ઓક્ટોબરે કલેકટર કચેરી, ભાવનગર ખાતે જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ઓક્ટોબર-૨૦૨૪ માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૧૦/૨૦૨૪ને ગુરૂવારના રોજ સવારે ૧૧: ૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજૂઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.જેની જાહેર જનતાએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટર, ભાવનગરની…
Read Moreભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ , ભાવનગર ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારી મળશે.જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પનાં સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે જણાવેલ સ્થળે સંપર્ક સાધવાનો રહેશે. આ નામ નોંધણી કેમ્પ શિહોર તાલુકાનાં પથિકાશ્રમ ખાતે ૭ તારીખે,ગારીયાધાર તાલુકાનાં સરકારી આરામગૃહ ખાતે ૧૦…
Read Moreભાવનગર તાલુકાના ગણેશગઢ ગામે તા.૦૪/૧૦/૨૦૨૪ ને શુક્રવારના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાના ગણેશગઢ ગામે પ્રાથમિક શાળા ખાતે તા.૦૪/૧૦/૨૦૨૪ના રોજ સવારના ૯-૦૦ કલાકે મદદનીશ કલેક્ટર અધિકારીશ્રી,ભાવનગરના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો “સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગણેશગઢ, વેળાવદર, કાળાતળાવ, રાજગઢ, કોટડા, મીઠાપર, જસવંતપુર, ભડભીડ, ગુંદાળા, અધેલાઈ, નવા માઢીયા, કાળાતળાવ, નર્મદ, સવાઇનગર, સવાઈકોટ, પાળીયાદ, દેવળીયા, ખેતાખાટલી, સનેસ, જુના માઢીયા ગામોને આવરી લેવામાં આવેલ છે. જેથી આ ગામનાં લોકો આવક,જાતિ,નોન ક્રિમીલેઅર,ડોમીશ્યાલ પ્રમાણપત્રો,રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામવિકાસ, પંચાયત, સમ।જ કલ્યાણ અને આદિજાતી…
Read Moreભાવનગર શહેર અને ગ્રામ્ય કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા તા.૦૬ ઓક્ટોબરના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર (શહેર) મહાનગરપાલિકાકક્ષા અને ભાવનગર (ગ્રામ્ય) જિલ્લાકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા.૦૬-૧૦-૨૦૨૪ના રોજ ક્રાઈસ્ટ સ્કૂલ, ચિત્રા, ભાવનગર ખાતે કરવામાં આવેલ છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ભાવનગર ખાતે જે સ્પર્ધકોએ એન્ટ્રી ફોર્મ જમા કરાવેલ છે તે જ કલાકારોએ સવારે ૦૮:૦૦ કલાકે ક્રાઈસ્ટ સ્કૂલ,ચિત્રા,ભાવનગર ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે.સ્પર્ધા સવારે ૦૮:૩૦ કલાકે શરૂ થઈ જશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય,સમૂહગીત,લગ્નગીત, લોકગીત,એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોકવાર્તા, લોકવાદ્ય સંગીત, નિબંધ…
Read Moreબાગાયતની વિવિધ યોજનાઓનો લાભ લેવા ૧૫મી ઓક્ટોબર સુધી આઈખેડૂત પોર્ટલ પર અરજી થઈ શકશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ હેઠળના વિવિધ ઘટક જેવા કે અંબા તથા જામફળ પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ વાવેતર માટે સહાય, ઘનિષ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ ફળપાકો જેવા કે આંબા, લીંબુ, જામફળ, દાડમ, સીતાફળ, વગેરેમાં સહાય, ટીસ્યુંકલ્ચર ખારેક, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, કેળ(ટીસ્યુ)-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પપૈયા-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફૂલ પાકો (કંદ,દાંડી ફૂલ), સરગવા પાકના વાવેતર માટે સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, આંબા તથા લીંબુના ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન…
Read Moreઆગામી તા.24 ઓકટોબરના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’ નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ 24/10/2024 ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ 10/10/2024 સુધીમાં કલેકટર કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.…
Read Moreકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, અમદાવાદ 🔶 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના DGP વિકાસ સહાયની પ્રોત્સાહક ઉપસ્થિતિ 🔶 અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનું નવનિર્મિત ભવન પોલીસ કંટ્રોલ રૂમ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 🔶 પોલીસકર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યૂઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું
Read Moreનશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જેના ભાગરૂપે ગત તા.૨/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૦૮.૩૦ કલાકે ટાઉનહોલ, જામનગર ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવેલ જે કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતિ રીવાબા જાડેજા તેમજ દિવ્યેશભાઈ અકબરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ મહાત્મા ગાંધીજીની પ્રતીમાને સુતરની આંટી અર્પણ કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ.ઉદ્ઘાટન સમારોહમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી,જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા તેમજ કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યઓ દ્વારા નશાબંધી અને આબકારી…
Read Moreધ્રોલ તાલુકાની એમ.ડી.મહેતા સ્કૂલમાં “વેસ્ટ ટુ આર્ટ” વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, ધ્રોલ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાય તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગ રૂપે ધ્રોલ તાલુકાની એમ.ડી.મહેતા સ્કૂલના સાયન્સ સેન્ટરમાં “વેસ્ટ ટુ આર્ટ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક બ્રિક્સ, પ્લાસ્ટિક શાવર, ટૂથપેસ્ટ સ્ટેન્ડ વગેરે બનાવવા અંગે સમજ આપવામાં આવી હતી. અને પ્લાસ્ટિકના કચરામાંથી વિદ્યાર્થીઓ વિવિધ વસ્તુઓ બનાવતા શીખ્યા હતા. આ વર્કશોપનું આયોજન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
Read More