વિહળધામ પાળીયાદ ખાતે ધર્મસ્તંભ (ધજાગરો) નું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મ સ્તંભ તરીકે genius world record વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર       સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત પરમ પૂજ્ય વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ધર્મસ્તંભ (ધજાગરો) નું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મ સ્તંભ તરીકે genius world record વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયું હતુ.    આ તકે આનંદ રાજેન્દ્રનંદજી વર્લ્ડ રેકોર્ડ ના નિર્ણાયક, રૂબીક્યુબ એમ્બેસેડર ઓફ ઇંડિયા અને આનંદ રવિકુમાર આ પ્રસંગે પાળીયાદ ઉપસ્થિત રહી એમના હસ્તે જગ્યાના ગાદીપતિ પ.પૂ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ ને આ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે  સમસ્ત વિહળ પરિવાર સેવક…

Read More

જેતપુર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ      જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરમાનાં ર્ગદર્શન હેઠળ જેતપુર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન જનઆંદોલન બને, તેવા આશયથી આયોજિત વિવિધ થીમ આધારિત કાર્યક્રમો અને સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં. વધુમાં, બેસ્ટ સફાઈ કામદારોને રૂ. ૧૦ હજારના ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમજ સાયક્લોથોનના વિજેતા સ્પર્ધકોને સાયકલની ભેટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં સ્વચ્છાગ્રહી અને સેનીટેશન બ્રાન્ડ એમ્બેસેડર હરેશભાઈ…

Read More

‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ એવું કહેનારા મહાન વિભુતિ, રાષ્ટ્રપિત, સાબરમતિના સંત મહાત્મા ગાંધીની જન્મજયંતિ

હિન્દ ન્યુઝ, સુરત  સમગ્ર વિશ્વને અહિંસા બળમાં રહેલી અમોધશક્તિના દર્શન કરાવનાર યુગપુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી                     કેટલીક વિશ્વવધ, વિચક્ષણ અને વિરલ વિભૂતિઓના પગલા આ ધરતી પર એવા પડે છે કે તેને સમયરૂપી સમુદ્ર પણ ભૂસી શકતો નથી. ભારતની પ્રજા જેમને ‘યુગપુરુષ’, ‘રાષ્ટ્રપિતા’, ‘સાબરમતીના સંત’, ‘મહાન ફરિસ્તા’ તરીકે ઓળખે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે વિશ્વને ભારત તરફથી અપાયેલી ‘વિશ્વ માનવ’ ની મહાન ભેટ ! તેમને જન્મ આપીને તેમના ધર્મ પરાયણ માતા પૂતળીબાઈ જ નહીં, પરંતુ સ્વયં ભારતમા ધન્ય બની ગઈ છે…

Read More

શહેરના અમરોલી સ્થિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, સુરત     શહેરના અમરોલી સ્થિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઈ.ચા.પ્રો.ડૉ.સેજલબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ અને એન.સી.સી. યુનિટ દ્વારા સ્વચ્છતા જાગૃતિના હેતુથી સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જેમાં કોલેજ સ્ટાફનાં તમામ સભ્યોની સાથે કુલ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે અમરોલી કોલજ-અમરોલી ગામ– જૈન દેરાસર- માનસરોવર-સતાધાર ચોકડી થઇ પરત અમરોલી કોલેજ સુધી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. સાથે જ એન.એસ.એસ.નાં સ્વયં સેવકો અને એન.સી.સીનાં કેડેટ્સે કોલેજનાં ક્લાસ રૂમ અને કોલેજ કેમ્પસમાં સાફ-સફાઈ કરી સ્વચ્છતાને દૈનિક આદતના રૂપમાં કેળવવા અનુરોધ કર્યો હતો. 

Read More

૨જી ઓકટોબર-મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર સુરત જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત      કેન્દ્ર સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ પખવાડિયા અંતર્ગત દેશમાં હાલ ‘સ્વચ્છતા’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત નગર-ગામના વિવિધ સ્થળોની સફાઈ સાથે નાગરિકોમાં સ્વચ્છતાના સંસ્કારને વધુ દ્રઢ બનાવવા સ્વચ્છતાને સ્વભાવમાં વણી લેવા જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યા છે, ત્યારે ૨જી ઓકટોબર-મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર સુરત જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ યોજાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તા.૨જીએ સવારે ૯:૦૦ વાગ્યે ઓલપાડ તાલુકાના પિંજરત ગામે જિલ્લા કક્ષાના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.                  “સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત…

Read More

સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માટે પોર્ટલ ખુલ્લું મુકાયું

હિન્દ ન્યુઝ, સુરત     સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની નવી બાબત યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં ૩૩ જેટલી યોજનાઓનો લાભ મેળવી શકાશે. જે ખેડૂત મિત્રો લાભ લેવા માટે પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા નાયબ બાગાયત નિયામકની કચેરીમાં સવારના ૧૧.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા દરમિયાન ૭/૧૨,૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો દિન- ૭ માં સુધીમાં…

Read More

પોરબંદર ખાતે અનેકવિધ સેવા કાર્યોનું આયોજન

હિન્દ ન્યુઝ, પોરબંદર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર તાલુકા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે પોરબંદરની વી.આર.ગોઢાણિયા કોલેજ ખાતે અનેકવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવેલ. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે રક્તપિત્તથી સ્વસ્થ થયેલા દર્દીઓને પુનઃ સ્થાપના માટે સિલાઈ મશીનનું વિતરણ તેમજ અત્યાધુનિક મેડિકલ કમ આઈ.સી.યુ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત “एक पेड़ माँ के नाम” અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

Read More

સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક નિવાસી અધિક કલેકટરવિજય રબારીના અધ્યક્ષસ્થાને મળી

હિન્દ ન્યુઝ, સુરત  સુરત જિલ્લાની રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે મળી હતી.             જિલ્લામાં થતા રોડ અકસ્માતોને ટાળવા માટે જરૂરી પગલા, રોડ એક્સિડન્ટમાં મૃત્યુ કે ઈજાના આંકડાઓનું અવલોકન, વિવિધ સ્થળોએ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ડ્રાઈવ, જીવલેણ માર્ગ અકસ્માતોને નિવારવા કેશ બેરીયર્સ લગાવવા અને ફૂટ ઓવરબ્રિજની સુવિધા માટેના સ્થળો આઇડેન્ટિફાય કરવા, ટ્રાફિક નિયમના ભંગ સામે કાર્યવાહી, જેવા મુદ્દાઓની નિવાસી કલેક્ટરએ સમીક્ષા કરી હતી.            કામરેજ ચાર રસ્તાથી તાપી નદી…

Read More

ધરમપોર-ઉશ્કેર-મુંજલાવ-બૌધાન રોડ ઉપરના વિવિધ ચેઈનજ હેઠળ બ્રિજની કામગીરીને પગલે નિવાસી અધિક કલેક્ટરનું રોડ ડાયવર્ઝનનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, સુરત     ધરમપોર-ઉશ્કેર-મુંજલાવ-બૌધાન રોડ કિ.મી.૦/૦ થી ૬/૮ રસ્તા ઉપર આવેલ ચેઈનજ ૦/૩૬૪, ૧/૨૩૦, ૪/૨૫૫ તથા ૬/૩૯૪ પર PMGSY-III હેઠળ બ્રિજની કામગીરી કરવાની હોય રોડ સેફટી કાયદો અને જાહેર વ્યવસ્થા ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામા થકી ઉશ્કેર- બૌધાનથી જતાં/આવતા તમામ પ્રકારના વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકી દૈનિક અવરજવર માટે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો છે. જે અનુસાર ઉશ્કેરથી મુંજલાવ જવા-આવતા વાહનોએ કીમ-માંડવી એસ.એચ.રોડથી કાકરાપાર જમણા કાંઠા કેનાલના સર્વિસ રોડ(જમણી બાજુ) ચે.૩૯/૦૨૪ થી ૪૧/૧૧૧ થઈ તડકેશ્વર કેનાલથી મુંજલાવ રોંડ(કી.મી.૦/૦ થી ૨/૦ ) પર…

Read More

રાજ્ય સરકારના સેવા સેતુ કેમ્પમાં માત્ર ૩૦ મિનીટમાં મારૂ આધારકાર્ડ અપડેશન થયું: લાભાર્થી મોનિકાબેન કળસરિયા

હિન્દ ન્યુઝ, સુરત     રાજ્ય સરકારનો સેવા સેતુ કાર્યક્રમ નાગરિકોને ઘરઆંગણે ૫૫ જેટલી વિવિધ સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ પૂરી પાડી રહ્યો છે. સુરત શહેરના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં પોતાનું આધારકાર્ડ અપડેશન સરળતાથી થઈ જતા કતારગામના રહેવાસી મોનિકાબેન કળસરિયા સેવાસેતુની ઝડપી સેવાથી પ્રભાવિત થયા હતા અને સરકાર અને મનપા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.               મોનિકાબેને જણાવ્યું કે, અમારા વિસ્તારમાં સેવા સેતુ યોજાવાનો છે એવી જાણકારી મળતા આધારકાર્ડ અપડેશનના કાર્ય માટે સેવા સેતુ કેમ્પની મુલાકાત લીધી હતી. અહીં આધારકાર્ડ સહિતની…

Read More