પોરબંદર ખાતે અનેકવિધ સેવા કાર્યોનું આયોજન

હિન્દ ન્યુઝ, પોરબંદર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર તાલુકા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે પોરબંદરની વી.આર.ગોઢાણિયા કોલેજ ખાતે અનેકવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવેલ. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે રક્તપિત્તથી સ્વસ્થ થયેલા દર્દીઓને પુનઃ સ્થાપના માટે સિલાઈ મશીનનું વિતરણ તેમજ અત્યાધુનિક મેડિકલ કમ આઈ.સી.યુ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત “एक पेड़ माँ के नाम” અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

Leave a Comment