રૂ.૨ કરોડના ખર્ચે એસ.ટી. નિગમની અદ્યતન સુવિધાયુક્ત ૧૦ નવીન વોલ્વો બસોને સુરતના વાય જંક્શન પરથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

હિન્દ ન્યુઝ, સુરત  કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે વાહન વ્યવહાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના વાય જંક્શન પરથી રૂ.૨ કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)ની ૧૦ નવીન અદ્યતન વોલ્વો બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી વોલ્વો સુરતથી અમદાવાદ, વડોદરા અને રાજકોટના રૂટ પર આવાગમન કરશે. મંત્રીઓએ વોલ્વો બસચાલકોને પ્રતિકરૂપે બસની ચાવીઓ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી.             આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ST નિગમની નવીન વોલ્વો દિવાળીના તહેવારમાં રાજ્યના નાગરિકો માટે ન્યૂનતમ…

Read More

કલેકટર બીજલ શાહે સમગ્ર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, મોરબી    જિલ્લા કલેકટર બીજલ શાહે,શહેર પોલીસ કમિશનર નર્સિમ્હા કોમાર સાથે ટાટા એરબસ ફેસિલિટી ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે છેલ્લા તબક્કાની તૈયારીઓનું ઝીણવટ સાથે નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી સુ મમતા હિરપરા, મહેસૂલ અને પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ ઉપરાંત એસેમ્બલિંગ યુનિટ ખાતે પ્રધાનમંત્રીની સ્પેનના પ્રધાનમંત્રી સાથેની મુલાકાત સંદર્ભમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાની સાથે કંપનીના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.

Read More

“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ગ્રામ્ય તથા કચ્છની નગરપાલિકાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છની વિવિધ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. જે અન્વયે કચ્છના ગ્રામ્ય વિસ્તાર સાથે અંજાર, માંડવી, રાપર, નખત્રાણા, ભચાઉ, ભુજ, ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી. આ સાથે અંજાર તાલુકા પંચાયત ખાતે તલાટી અને સરપંચની રીફ્રેશર તાલીમ યોજાઇ હતી.  કચ્છમાં ગ્રામ્યવિસ્તાર તથા નગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિ સફાઇ કરીને સઘન સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા રાત્રિ અને દિવસના સઘન સફાઇ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં જાહેર માર્ગો, જાહેર ચોક, સર્કલ વગેરે સ્થળોની નિયમિત સફાઇ સાથે…

Read More

કચ્‍છ જિલ્‍લામાં ૧૦મી નવેમ્બર-૨૦૨૪ સુધી હથિયારબંધી

હિન્દ ન્યુઝ‍ ,કચ્છ  કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ મિતેશ પંડ્યાએ તા.૧૦/૧૧/૨૦૨૪ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.  આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં…

Read More

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ          કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી,ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ…

Read More

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ          જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેક્ટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી આ તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ     કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવા સદનની બહાર કે અંદર તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ…

Read More

સાસણ ગીર સિવાય હવે ‘એશિયાઈ સિંહો’નું બીજું નવું રહેઠાણ એટલે – ‘બરડા વન્યજીવ અભયારણ્ય

હિન્દ ન્યુઝ, ભુજ      ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણું ઉમેરવા જ‌ઈ રહ્યું છે. આગામી ધનતેરસના દિવસે તા.૨૯ ઓકટોબરના રોજ મંગળવારે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ અને બરડા જંગલ સફારી’ ફેઝ-૧નો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવશે.  આ પ્રસંગે જામનગર સંસદ સભ્ય પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરના ધારાસભ્યઓ ખાસ ઉપસ્થિતિ રહેશે તેમ, ગુજરાત વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ એન. શ્રીવાસ્તવે જણાવ્યું હતું. ગુજરાત વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ એન. શ્રીવાસ્તવે નવીન બરડા વન્યજીવ અભયારણ્ય વિશે વિગતો આપતાં કહ્યું હતું…

Read More

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે માવઠાના લીધે અસરગ્રસ્ત થયેલ વિવિધ ગામોની મુલાકાત લઈ પાક નુકસાનીની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ જોડીયા તાલુકાના લખતર, ભાદરા, બાલંભા, રણજીતપર, હીરાપર વગેરે ગામોની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ આ તકે ખેતરોની જાત મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમજ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી પૂર્ણ વહેલી તકે ખેડૂતોને નુકસાની અંગેની સહાય ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીએ વિવિધ સ્થળોએ ખેડૂતો તથા ગ્રામજનો સાથે બેઠક યોજી…

Read More

कार्यान्वयन समिति ‌एवं जिला संचालन समिति की बैठक

हिन्द न्यूज़, बिहार       उपमुख्यमंत्री सह जिला प्रभारी मंत्री ‌ विजय कुमार सिन्हा ‌ की अध्यक्षता में जिला कार्यक्रम कार्यान्वयन समिति ‌एवं जिला संचालन समिति की बैठक समाहरणालय सभाकक्ष मुजफ्फरपु में की गई। बैठक में शिक्षा, स्वास्थ्य ‌, सामाजिक सुरक्षा, आईसीडीएस, कृषि, खनन,‌ परिवहन, आपूर्ति, ‌खेल, जिला उद्योग केन्द्र, ग्रामीण विकास, राजस्व, बिजली, पीएचइडी, भवन निर्माण,‌ भू सर्वेक्षण, ‌पथ निर्माण, ‌‌पंचायती योजनाएं,‌ आदि की ‌ विभागवार समीक्षा की गई। बैठक में उपमुख्यमंत्री ने जनप्रतिनिधियों एवं समिति के सदस्यों से भी आवश्यक फीडबैक एवं सुझाव प्राप्त करते हुए समाधान करने…

Read More