માન.જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા તરફથી રૂપિયા એકવીસ લાખ નું અમૂલ્ય દાન અર્પણ

હિન્દ ન્યુઝ, કેશોદ       સાદાઈ, સહજતા, સરળતા અને નમ્રતા એ જેમની ઓળખાણ છે. હંમેશા જેમણે સમાજ માટે કંઈક કરી છૂટવાની નેમ લીધી છે. સમગ્ર ગુજરાત ના આહીર સમાજ ને એક તાંતણે બાંધવા જેમના સુદ્રઢ વિચારો ની ફોરમ પ્રસરી રહી છે. ગુજરાત ના દરેક ખુણે આહીર સમાજ માં જેમનું કરોડો નું આર્થીક અનુદાન પ્રસરેલુ છે. જેમ કે શૈક્ષણિક સંકુલો બંધાવવા, આહીર સમાજ ભવનો બંધાવવા જેમાં જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા પરિવાર ૨૦૦ કરોડ થી ઉપર નું દાન કરી ચૂક્યા છે.       તારીખ ૦૫/૧૦/૨૦૨૪ ના આહીર યુવા મંચ કેશોદ આયોજિત…

Read More

 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગોધરા ખાતે ‘આરોગ્યમ્’ કેન્સર અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન

હિન્દ ન્યુઝ, ગોધરા      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગોધરા ખાતે પ.પૂ.ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘આરોગ્યમ્’ કેન્સર અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંવેદનશીલતા અને દીર્ઘદ્રષ્ટિથી તમામ જરૂરિયાતમંદ પરિવારોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરેલ છે. તેમણે સ્વચ્છતા અભિયાન, શુદ્ધ જળ, શૌચાલય જેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાનથી લોકોના આરોગ્યમાં થયેલ સુધારાનો સંદર્ભ આપવાની સાથે જ રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓની રૂપરેખા આપી હતી તેમજ હોસ્પિટલના શુભારંભ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Read More

સ્વચ્છતા હી સેવા: ઓલપાડ બજારમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ધટાડવાની સાથે કાપડની થેલીને પ્રોત્સાહન આપવાની નવતર પહેલ

હિન્દ ન્યુઝ, સુરત      સરકારના ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના અંતર્ગત ઓલપાડમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. આ અભિયાન હેઠળ ઓલપાડ માર્કેટમાં પ્લાસ્ટિક થેલીઓના સ્થાને કાપડની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિશેષ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું હતું. ગ્રાહકો દશ રૂપિયાનો સિક્કો નાખીને કાપડની થેલી મેળવી શકે છે.            પર્યાવરણને પ્લાસ્ટિકના નુકસાનથી બચાવવા અને સ્વચ્છતા તરફ પગલું ભરવાના હેતુ સાથે ઓલપાડ માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરતાં મનીષાબેન જગદીશભાઈ પટેલે આ પહેલ અંગે જણાવ્યું કે,”મોટાભાગના ગ્રાહકો પહેલાં પ્લાસ્ટિકની થેલી માંગતા હતા,પરંતુ હવે લોકો કાપડની થેલી…

Read More

નવરાત્રી પર્વ બાદ માં દુર્ગાની મૂર્તિઓના વિસર્જનને અનુસંધાને પોલીસ કમિશનરનું જાહેરનામુ

હિન્દ ન્યુઝ, સુરત      સુરત શહેરમાં તા.૩ થી ૧૨ ઓકટોબર દરમિયાન થઈ રહેલી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી બાદ કરાતા માં દુર્ગાની મૂર્તિઓના વિસર્જનમાં કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર ગાઈડ લાઇનને આધારે પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ મૂર્તિઓનું વિસર્જન થાય તેમજ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌત દ્વારા એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જે અનુસાર માતાજીની માટીની મુર્તિઓ બેઠક સહીતની ૪ ફૂટ કરતા વધારે ઊંચાઇની કે પી.ઓ.પી.ની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગો ઉપર…

Read More

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કપાસનું મળી શકે છે બમ્પર ઉત્પાદન

હિન્દ ન્યુઝ, સુરત      વિશ્વમાં સતત વધતી માંગ અને વિવિધ ઉપયોગિતાના લીધે કપાસના પાકને સફેદ સોનાના નામે ઓળખવામાં આવે છે. કપાસ મહત્વના મુખ્ય ખેતી પાકોમાંથી એક છે. પ્રાકૃતિક રેસા આપનાર કપાસનો પાક ભારતભરમાં સૌથી મહત્વનો રોકડિયો પાક છે. જેનું ભારતની ઔદ્યોગિક તેમજ કૃષિ અર્થવ્યવસ્થામાં મહત્વનું સ્થાન છે. કપાસની ખેતી પિયત અને બિનપિયત બંને પ્રકારે કરવામાં આવે છે. ખેડૂતો કપાસની સાથે સહજીવી પાકોની ખેતી કરીને વધારાનું ઉત્પાદન પણ મેળવી શકે છે. પરંતુ ખેડૂતમિત્રો શું તમે જાણો છો કે કપાસનું ઉત્પાદન જો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરવામાં આવે તો તેના અઢળક ફાયદા…

Read More

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રવિશંકર મહારાજ (વ્યાસ) ઉદ્યાન-અઠવા અને જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન-અડાજણનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સુરત       કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એસ. ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ રૂ. ૧૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ (વ્યાસ) ઉદ્યાનનું લોકાર્પણ કરાયું હતું.                   આ ઉદ્યાનોમાં પાવડર કોટેડ સૌંદર્યલક્ષી ફેન્સિંગ, પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે વિશેષ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરાયેલા ટર્ન-સ્ટાઇલ ગેટ, શારીરિક રીતે અક્ષમ લોકોને ઍક્સેસ મળી રહે તે માટે ડિઝાઇન કરેલ રેમ્પ, વિશાળ બેઠક ધરાવતો…

Read More

છાપરાભાઠા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWS-૧ તથા EWS-૨ના આવાસો વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરાયો

હિન્દ ન્યુઝ, સુરત     ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છાપરાભાઠા સ્થિત EWS-૧ અને EWS-૨ હેઠળ ૧૧૧ આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. ૪૨૦ જેટલી આવેલી અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા પરિવારોને પોતાના સ્વપ્નનું પાકા ઘરની છતની ફાળવણી કરવામાં આવી હતી.                  આ પ્રસંગે મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, દરેક પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવારનો મોભી પોતાનું સમગ્ર જીવન દરમિયાન મહેનત કરતો હોય છે પરંતુ ઘરનું સ્વપ્ન પૂર્ણ કરી શકતો નથી. પરંતુ વડાપ્રધાન…

Read More