હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શારદીય નવરાત્રી અને વિજયાદશમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિના નવ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર નવરાત્રિમાં સોમનાથ મહાદેવને માતા શક્તિના વિવિધ સ્વરૂપો દર્શાવતા દેવી દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. અષ્ટમીના દિવસે શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રી વાઘેશ્વરી મંદિર ખાતે અને શ્રી સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં વિધિવત હવન કરવામાં આવ્યું હતું. ત્રિંશોપચાર પૂજા સાથે નવરાત્રિનું સમાપન: વિજયાદશમીના દિવસે ટ્રસ્ટના શ્રી રામ મંદિર ખાતે પ્રભુ શ્રીરામને પ્રિય એવી ત્રિંશોપચાર પૂજા કરી નવરાત્ર…
Read More