હિન્દ ન્યુઝ, આણંદ મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ ધ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જાગૃતિકરણ અર્થે બાકરોલ, જી એચ. પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલ દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે દિકરા અને દિકરીઓના સામાજીકરણમાં થતી વિવિધતા બાબતે તથા સ્ત્રીઓને જીવનના આવતા વિવિધ સંઘર્ષોને પહોંચી વળવા બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લાના મિશન કોઓર્ડીનેટર બકુલભાઈ શાહ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અને વહાલી દીકરી યોજનાની માહિતી, મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફાલ્ગુનીબેને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે, પોલીસ…
Read MoreDay: October 7, 2024
આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ,બાળકો અને કિશોરીઓને પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન હેઠળ દર વર્ષે સપ્ટેમ્બર માહને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતે પોષણ માસની કરવામાં આવી હતી. પોષણ માહની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોની ખેડૂત મહિલાઓ, કિશોરીઓ અને શાળાના બાળકો માટે કેન્દ્ર તેમજ ગ્રામ્ય કક્ષાએ પોષણ અને સ્વાસ્થ્ય અંગે તાલીમ, સલાડ અને પોષ્ટિક વાનગી હરીફાઈ, વિડીયો શો, ઘર આંગણે પોષણ વાટિકા માટે શાકભાજીના છોડ તેમજ કિચન ગાર્ડન અને સ્વાસ્થ્ય…
Read Moreનશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ અર્થે યુવાસંમેલન યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ દર વર્ષે ૨જી ઓક્ટોબર ગાંધી જયંતીથી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. જે અન્વયે આણંદ જિલ્લાના જુદા જુદા તાલુકા મથકે તા. ૨જી ઓક્ટોબર થી તા.૮ ઓક્ટોબર ૨૦૨૪ સુધી નશાબંધી સપ્તાહના કાર્યક્રમનું સઘન આયોજન આણંદની નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવેલ છે. નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી દ્વારા ભારદણની જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે નશાબંધી જનજાગૃતિ અર્થે યુવાસંમેલન અને નાટકનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવાઓને દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થોથી દુર રહેવા…
Read Moreમોટી પાણીયાળી ગામના ગ્રામજનોએ ધાર્મિક સ્થળોની આસપાસના વિવિધ વિસ્તારોમાં સફાઈ હાથ ધર્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં “સ્વચ્છતા હિ સેવા” અભિયાન હેઠળ વિવિધ જગ્યાઓએ સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ઉપલક્ષ્માં ભાવનગરના પાલીતાણાના મોટી પાણીયાળી ગામે ગ્રામજનોએ ધાર્મિક સ્થળોના આસપાસના વિવિધ સ્થળો પર સફાઈ હાથ ધરી લોકોને સ્વચ્છતા રાખવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Read Moreશિહોર તાલુકાના સોનગઢ દયાનંદ કન્યા વિધાલય હાઇસ્કુલ ખાતે પોકસો એક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, શિહોર ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા. ૦૭/૧૦/૨૦૨૪ ના રોજ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા શિહોર તાલુકાના સોનગઢ દયાનંદ કન્યા વિધાલય હાઇસ્કુલ ખાતે ઘો.૮ થી ૧૨ ની વિધાર્થીનીઓ માટે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (પોકસો એક્ટ) અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સ્કુલના આચાર્ય અલ્પાબેન જોષી દ્રારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ ત્યારબાદ DHEW ની ટીમ દ્રારા જાતીય…
Read Moreજિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, મહીસાગર ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસ યાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણી વિકાસ સપ્તાહનો પ્રારંભ તા.૭/૧૦/૨૦૨૪થી ૧૫/૧૦/૨૦૨૪ સુધી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ. વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લામાં થીમેટિક દિવસો, વિકાસ પદયાત્રા, સાસ્કૃતિક કાર્યક્રમ, વિકાસ પ્રદર્શન, સોશિયલ/ ડિજિટલ મીડિયા જુંબેશ, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઇનોવેશન એક્સ્પો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંતચિત્રો અને શાળાઓમાં પ્રવચનો તથા ક્વિઝનું આયોજન કરવા જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું. આ…
Read Moreધારાસભ્યોને પણ માનવામાં નહોતી આવતી એ યોજના નરેન્દ્રભાઇ મોદીએ કરી બતાવી સાકાર !
હિન્દ ન્યુઝ, ભાવનગર વિકાસના ગુજરાત મોડેલની આગવી વિશેષતા છે જ્યોતિગ્રામ યોજના ! ગુજરાતના પ્રત્યેક ગામોમાં ૨૪ કલાક સુધી સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળવો એ નાનીસૂની વાત નથી. ૨૪ કલાક વીજળી ઘરમાં હોય તે વાતનું મહત્વ ત્યારે જ સમજાઇ જ્યારે તમે કોઇ બીજા રાજ્યમાં પ્રવાસ કરતા હો. આ જ્યોતિ ગ્રામ યોજનાનો સંકલ્પ કર્યો હતો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અને સિદ્ધિ સુધી તેમણે જ પહોંચાડી. નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ અને સફળ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે જ્યોતિગ્રામ યોજના સાકાર થવાની કેટલીક રસપ્રદ વાતો જાણવી ગમશે. નરેન્દ્રભાઇ મોદીને તેમના મુખ્યમંત્રી તરીકેના પ્રારંભિક…
Read Moreભાવનગરમાં ખેતીવાડી ખાતા હસ્તકની તળાજા પેટા વિભાગ કચેરીના નવીન ભવનનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, જેસર, ગારીયાધાર, પાલીતાણા અને ઘોઘા તાલુકાનો ખેતીવાડી ખાતા હસ્તકની પેટા વિભાગ કચેરી- તળાજામાં સમાવેશ થાય છે. તળાજા ખાતે રૂ. ૧૧૨.૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ પેટા વિભાગ કચેરી-તળાજાના નવીન મકાનનું આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતેથી ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવીન કચેરીના માધ્યમથી પેટા વિભાગ હેઠળના તમામ ખેડૂતોને ખેતીવાડી ખાતાની યોજનાકીય માહિતી, યોજનાના લાભ અને કૃષિ વિષયક માહિતી સરળતાથી મળી શકશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે વર્ચ્યુઅલ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતનું…
Read Moreબાળકો તેમના મનગમતા ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે
હિન્દ ન્યુઝ, રાજકોટ બાળકોમાં અદભુત શક્તિઓ રહેલી હોય છે, બસ જરૂર છે તેમનામાં રહેલી આ શક્તિઓને ઉજાગર કરવાની. માતા-પિતા બાળકોમાં વિશ્વાસ મૂકે, પૂરતી તક અને પ્રોત્સાહન આપે તો બાળકો તેમના મનગમતા ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે, જેનું ઉત્તમ દ્રષ્ટાંત છે દધ્યંગ કાકડીયા. જેણે માત્ર ૧ જ મિનિટમાં ૭૫ ગુણાકારના દાખલા ગણીને “ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડસ”માં નામ નોંધાવ્યું છે તેમજ પરિવાર તથા રાજકોટ જિલ્લાનું નામ રોશન કર્યું છે. હાલ રાજકોટના રહેવાસી અને મૂળ કુવાડવા ગામના વતની દિલીપભાઇ કાકડીયા ગૌરવ સાથે જણાવે છે કે, મારા પુત્ર દધ્યંગની કાબેલિયતને કારણે હવે…
Read Moreરાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જળ સંચય યોજના અંગેની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જળ સંચય યોજના અંગેની બેઠક યોજાઈ હતી. જે અન્વયે કલેક્ટરએ રાજકોટ જિલ્લામાં જળ સંચયની કામગીરી અભીયાન સ્વરૂપે કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરએ કહ્યું હતું કે ભારે વરસાદમાં વહી જતાં પાણીને અટકાવી જળ સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછતની સમસ્યા ભૂતકાળ બની જશે. સરકારી સ્તરે તો જળ સગ્રહ અને જળ સંચયના અભિયાનો ચલાવવામાં આવી રહયા છે. પરંતુ તેમાં લોકોની ભાગીદારી વધે તો ભૂગર્ભ જળ ઉચા આવશે. “કેચ ધ રેઇન” એ મુખ્ય ધ્યેય અન્વયે ઔદ્યોગિક…
Read More