હિન્દ ન્યુઝ, આણંદ
દર વર્ષે ૨જી ઓક્ટોબર ગાંધી જયંતીથી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે.
જે અન્વયે આણંદ જિલ્લાના જુદા જુદા તાલુકા મથકે તા. ૨જી ઓક્ટોબર થી તા.૮ ઓક્ટોબર ૨૦૨૪ સુધી નશાબંધી સપ્તાહના કાર્યક્રમનું સઘન આયોજન આણંદની નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવેલ છે.
નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી દ્વારા ભારદણની જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે નશાબંધી જનજાગૃતિ અર્થે યુવાસંમેલન અને નાટકનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં યુવાઓને દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થોથી દુર રહેવા માટે અનુરોધ કરવાના આશયથી વિદ્યાર્થીઓને નશામુક્તી અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને અને સ્કુલના સ્ટાફને નશામુક્તી અંગેનો સંદેશો આપીને નશામુક્ત રહેવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
આમ, ભારતના ભાવિ સમા યુવાધનને વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.