આસ્થા નું કેન્દ્ર ગણાતા શ્રી રાપરીયા હનુમાનજી મંદિર નવિન નિર્માણ થવા જઈ રહ્યું હોઈ સાધુ સમાજ તેમજ રાધનપુરવાસીઓ માં ખુશી નો માહોલ

હિન્દ ન્યુઝ,  રાધનપુર

રાધનપુર વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ ના નવનિયુક્ત પ્રમુખ સાધુ ચંદુલાલ ના ભગીરથ કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સમાજ હિત તેમજ સતત સમાજ ની ચિંતા કરનાર સમાજ ના નવીન પ્રમુખ બનતા ની સાથે રાપરીયા હનુમાનજી આશ્રમ રાધનપુર ખાતે નવીન મંદિર નું નિર્માણ કરવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ તેમજ રાધનપુર વાશીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આસ્થા નું કેન્દ્ર એટલે શ્રી રાપરીયા હનુમાનજી મંદિર આશ્રમ રાધનપુર, વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ નું તેમજ રાધનપુર વાશીઓ નું આસ્થા નું કેન્દ્ર ગણાતા રાપરીયા હનુમાનજી મંદિર નું નવીન નિર્માણ થવા જઈ રહ્યું છે.

નવીન નિર્માણ મંદિર માં સુવિધાઓ
*બાગ બગીચા
*શૌચાલય
*કોન્ફેરેન્સ હોલ
*બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ
*ફૂડ શોપ
*સિકયુરિટી કેબીન
*ઓફિસ
*રહેવા જમવાની ઉત્તમ સગવડ

આમ રાધનપુર ખાતે રાપરીયા હનુમાનજી નવીન નિર્માણ મંદિર જે અધતન સુવિધાઓ સાથે નવીન નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાધનપુર વાશીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે.

રાધનપુર થી મહેસાણા હાઇવે 3 કિલોમીટર ના અંતરે આવેલ આ શ્રી રાપરીયા હનુમાનજી મંદિર વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ તેમજ સમગ્ર રાધનપુર માટે આસ્થા નું કેન્દ્ર છે.દાદા ની જગ્યા માં દર શનિવાર ના દિવસ હજારો શ્રદ્ધાળુંઓ આવે છે તેમજ આવનાર પગપાળા દર્શનાર્થીઓ નું કહેવું છે કે અમારી મનોકામના પૂર્ણ થાય છે તેમજ દાદા ની જગ્યા માં આવતા આનંદ અનુભવી એ છીએ. રાપરીયા હનુમાનજી મંદિર રાધનપુર હાલ રાધનપુર વાશીઓ માટે આસ્થા નું કેન્દ્ર બની ગયું છે.આ દાદાની જગ્યા માં શનિવાર ના રોજ રાધનપુર વાશીઓ પગપાળા આવે છે દર્શનાર્થે અને આવતા દર્શનાર્થીઓ માટે જગયા માં ચા પાણી તેમજ પ્રસાદ વગેરે શનિવાર ના રોજ દર્શનાર્થે આવતા ભક્તો માટે પીરસવા માં આવે છે.આ જગ્યા માં અન્નક્ષેત્ર 24 કલાક કાર્યરત છે અને સાધુ સમાજ દ્વારા બનાવવામાં આવેલ આ મંદિર હાલ રાધનપુર ખાતે નવીન નિર્માણ થવા જઈ રહ્યું હોઈ વઢિયાર રામાનંદી સાધુ સમાજ તેમજ રાધનપુર વાશીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment