હિન્દ ન્યુઝ, ભુજ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જે અન્વયે અત્રેના વિધાનસભા વિસ્તારમાં EVM/VVPAT નિદર્શન મતદાર જાગૃતિ અન્વયે હાલમાં ચાલી રહેલ માતાના મઢ મુકામે નવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ/ભકતો પધારતા હોય છે. જેથી દર્શનાર્થીઓ/ભકતો લોકજાગૃતિ માટે બહોળી પ્રસિદ્ધિ થાય તે માટે ખાસ ઝુંબેશરૂપી કાર્યક્રમ મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર લખપત ધ્વારા મતદાન જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્શનાર્થીઓને અવશ્ય મતદાન કરવા માટે સમજણ આપવામાં આવી હતી. પોતાના મતનો ઉપયોગ કોઇપણ પ્રકારના લોભ,લાલચ કે પ્રલોભન કે કોઇ દબાણમાં આવ્યા વગર મતદાન કરવા માટે સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત, લોકશાહીને મજબુત બનાવવા માટે દરેક મતદાર લોકશાહીના સૈનિક તરીકેની ભૂમિકા ભજવીને અન્યને મતદારોને પણ અવશ્ય મતદાન કરવા માટેના શપથ લેવડાવામાં આવ્યા હતા. EVM/VVPATની કાર્યપદ્ધતિથી દર્શનાર્થીઓ/ભકતોને સમજૂતી આપી તે બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેવું પાર્થ જયસ્વાલ મદદનીશ ચૂંટણી અધિકારી ૧- અબડાસાની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.