જસદણમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો. જેમા દિવ્યાંગ લોકો માટે ઇલેક્ટ્રીક સાયકલ સહિત 50 લાખની કિંમતના 487 જેટલા વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા. જેનો 287 જેટલા લાભાર્થીઓને લાભ મળેલ. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા કલેકટર જસદણ એસ ડી એમ, તાલુકા ભાજપ પ્રમુખ વેકરીયા, પંકજભાઈ ચાંવ સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More