હિન્દ ન્યુઝ, સુરત રાજય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર,બાજરી, જુવાર, રાગી,મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ખેડુત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને…
Read MoreDay: October 20, 2024
માંગરોળ તાલુકાના હરસણી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો: ૯૫૮ અરજદારોને વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો ઘરઆંગણે મળ્યા*
હિન્દ ન્યુઝ, માંગરોળ ગ્રામજનોને સરકારી યોજનાઓના વ્યક્તિલક્ષી લાભો ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હરસણી ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હરસણી અને આસપાસના ગામોના ૯૫૮ અરજદારોને પ્રજાલક્ષી યોજનાઓના લાભ ઘરઆંગણે આપવામાં આવ્યા હતા. સેવા સેતુના માધ્યમથી તમામ અરજીઓનો ૧૦૦ ટકા હકારાત્મક નિકાલ કરાયો હતો. આ સેવાસેતુમાં સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો, આયુષ્માન અને હેલ્થ વેલનેસ કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા (અપડેશન), પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, મિલકત આકારણીનો ઉતારો, ઘરેલુ નવા વીજ જોડાણની અરજી, રાશનકાર્ડ ધારકોની ઈ-KYC, આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ,…
Read Moreબારડોલી તાલુકાના મઢી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો: ૧૦૪૫ અરજીઓનો હકારાત્મક નિકાલ
હિન્દ ન્યુઝ, બારડોલી ગ્રામજનોને સરકારી યોજનાઓના વ્યક્તિલક્ષી લાભો ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મઢી આસપાસના ગામોના ૧૦૪૫ અરજદાર નાગરિકોને પ્રજાલક્ષી યોજનાઓના લાભ ઘરઆંગણે આપવામાં આવ્યા હતા. સેવા સેતુના માધ્યમથી અરજદારોને વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો ઘરઆંગણે મળ્યા હતા. આ સેવાસેતુમાં સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો, આયુષ્માન અને હેલ્થ વેલનેસ કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા (અપડેશન), પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, મિલકત આકારણીનો ઉતારો, ઘરેલુ નવા વીજ જોડાણની અરજી, રાશનકાર્ડ ધારકોની ઈ-KYC, આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ…
Read Moreઉમરપાડા તાલુકાના ચવડા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ૫૯૦ અરજીઓનો હકારાત્મક નિકાલ
હિન્દ ન્યુઝ, સુરત ગ્રામજનોને સરકારી યોજનાઓના વ્યક્તિલક્ષી લાભો ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ચવડા ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં ચવડા ગામ તેમજ આસપાસના ગામોના ૫૯૦ અરજદાર નાગરિકોને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘરઆંગણે આપવામાં આવ્યો હતો. સેવા સેતુના માધ્યમથી અરજદારોને વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો ઘરઆંગણે મળ્યા હતા. આ સેવાસેતુમાં ૨૬૭ અરજીઓ સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો માટે, ૭૮ ડીવર્મીંગ, ૬૭ હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી. ની ચકાસણી), ૪૪ આધાર કાર્ડમાં સુધારા (અપડેશન), ૩૨ પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, ૨૬ મિલકત આકારણીનો ઉતારો, ૧૭ ઘરેલુ નવા વીજ…
Read Moreચોર્યાસી તાલુકાના સણિયા કણદે ગામે ”સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો: ૭૮૩ લાભાર્થીઓએ મેળવ્યા ઘર આંગણે યોજનાકીય લાભો
હિન્દ ન્યુઝ, ચોર્યાસી રાજય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોને તેમના દ્વારે જઈને હલ કરવા સાથે પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સણીયા કણદે ગામે તાલુકા વહીવટીતંત્ર દ્વારા ‘સેવા સેતુ કાર્યક્રમ’ યોજાયો હતો, જેમાં કરાડવા, દેલાડવા, દેવધ, દખ્ખણવાડા, ગોજા, ખંભાસલા, એકલેરા, ખરવાસા, વેડછા, બોણંદ, સાબર ગામ, મોહણી, ટીંબરવા ગામના ૭૮૩ લાભાર્થીઓએ ઘરઆંગણે યોજનાકીય લાભો મેળવ્યા હતા. સેવા સેતુમાં રેશનકાર્ડમાં ઈ-કેવાયસીની ૩૧૬ અરજી, રેશનકાર્ડમાં નામ દાખલ, સુધારા- વધારાની ૪૫ અરજી, આવકના દાખલાની ૨૦ અરજી, ડીવમીંગને લગતી ૩૭૫ અરજી સહિત નમોશ્રી…
Read Moreભાવનગરના ૬૬ વર્ષના સુ. રંજનબેન પંકજકુમાર જોશી તરફથી સશસ્ત્ર સેના ધ્વજ દિન-૨૦૨૪ અંતર્ગત એક લાખનો ફાળો આપ્યો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના ૬૬ વર્ષના સુ. રંજનબેન પંકજકુમાર જોશી તરફથી સશસ્ત્ર સેના ધ્વજ દિન-૨૦૨૪ અંતર્ગત એક લાખનો ફાળો આપવામાં આવ્યો હતો તેઓ હાલ અમદાવાદ એમના પુત્રી સાથે રહે છે. ત્યારે ભાવનગરમાં અધિક્ષક ઇજનેર સોઇલ ડ્રેનેજ એન્ડ રેકલેમેશન વર્તુળ વડોદરા હેઠળની નાયબ ભૂમિ મોજણી અધિકારીના ભૂમિ મોજણી પેટા વિભાગ ભાવનગરના નિવૃત કર્મચારી સુશ્રી રંજનબેન જોશીની અનોખી રાષ્ટ્રભાવના જોવા મળી છે. ભાવનગરના નાયબ ભૂમિ મોજણી અધિકારીની કચેરીના નિવૃત કર્મચારી સુ રંજનબેન પંકજકુમાર જોશી તરફથી સશસ્ત્ર સેના ધ્વજ દિન-૨૦૨૪ અંતર્ગત ચેકથી ફાળો રૂ ૧,૦૦,૦૦૦/- (એક લાખ પુરા) આપેલ છે. તેઓ અમદાવાદથી…
Read Moreકલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટરએ સૂચનો કર્યા હતા. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, એસટી બસના રૂટ અંગે, જમીન માપણી અંગેની કામગીરી, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, શાળાઓના બાંધકામ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, આઇસીડીએસ વિભાગ, શાળામાં અભ્યાસ કરતા અમુક બાળકોના શિષ્યવૃત્તિ લગત પ્રશ્ન સહિતના મુદ્દાઓ અંગેના ધારાસભ્યોના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. જિલ્લા…
Read Moreજંત્રાખડીના સેવાસેતુમાં ૨૪૫૬ અરજીઓનો હકારાત્મક નિકાલ
હિન્દ ન્યુઝ, કોડીનાર જંત્રાખડી ગામે સેવાસેતુના ૧૦માં તબક્કાના કાર્યક્રમનો તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્યોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૪૫૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કેમ્પમાં ૧૮૯ હેલ્થ વેલનેસ કાર્ડ, ૧૮૦ મિલકત આકારણીના ઉતારા, ૧૫૧ રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી સેવા, ૧૨૦ ભીમ એપ્લિકેશન, ૯૫ ૭/૧૨-૮અના પ્રમાણપત્રો, ૭૫ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં લાભાર્થીના ઈ કેવાયસી, ૩૮ નમોશ્રી યોજના, ૩૨ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ૨૭ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના જેવી વિવિધ ૨૪૫૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ આગામી…
Read Moreખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે, ખેડૂત નોંધણી શરૂ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જણાવવામાં આવે છે કે, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈ.ડી. ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરુ કરવામાં આવી છે. ભારત સરકારે પી.એમ.કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજીયાત કરી છે. જે અનુસાર ૨૫ નવેમ્બર પહેલા પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની થશે. દરેક ગ્રામ પંચાયતોમાં વેબ પોર્ટલથી નોંધણી થશે અને ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ…
Read Moreગીર સોમનાથમાં શિક્ષણ અધૂરૂં છોડી દેતા બાળકોનો સર્વે થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દરેક બાળક શિક્ષિત થઈ શકે તેવા હેતુસર સરકાર દ્વારા રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ૬થી ૧૯ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. કેટલાક કિસ્સાઓમાં બાળકો દ્વારા ભણતર અધુરૂં છોડી દેવામાં આવે છે. આવા બાળકો માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેથી તેઓ ફરીથી પર્યાપ્ત શિક્ષણ મેળવી શકે. ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૧/૨૦૨૪ સુધી શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે. જિલ્લાનાં તમામ…
Read More