કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

   જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટરએ સૂચનો કર્યા હતા.

 જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, એસટી બસના રૂટ અંગે, જમીન માપણી અંગેની કામગીરી, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, શાળાઓના બાંધકામ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, આઇસીડીએસ વિભાગ, શાળામાં અભ્યાસ કરતા અમુક બાળકોના શિષ્યવૃત્તિ લગત પ્રશ્ન સહિતના મુદ્દાઓ અંગેના ધારાસભ્યોના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી.

જિલ્લા કલેક્ટર બી.કે.પંડયાએ ઉક્ત પ્રશ્નોનું ત્વરિત અને હકારાત્મક નિરાકરણ લાવવા તેમજ કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સૂચના આપી હતી. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, સંલગ્ન પદાધિકારીઓ અને અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment