જામનગરમાં શ્રી સત્યસાંઈ સ્કુલ ખાતે ઝોન કક્ષાની એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

                ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગર મહાનગરપાલીકા(શહેર) ઝોનકક્ષાની એથ્લેટીક્સ અં.: ૯,૧૧,૧૪,૧૭ અને ઓપન એઇજ ગૃપ ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૩ થી ૫ ફેબ્રુઆરી દરમિયયાન શ્રીસત્યસાંઇ વિદ્યાલય જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી – જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યુ હતુ.

આ સ્પર્ધામાં કુલ ૧,૮૩૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વયજૂથ અને કેટેગરી મુજબ ઇવેન્ટ પ્રમાણે વિજેતા થયેલાં ખેલાડીઓ મહાનગરપાલીકાની શહેર કક્ષાએ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લેશે. અને વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ખેલાડીઓને ઇનામરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment