ભાવનગરના ૬૬ વર્ષના સુ. રંજનબેન પંકજકુમાર જોશી તરફથી સશસ્ત્ર સેના ધ્વજ દિન-૨૦૨૪ અંતર્ગત એક લાખનો ફાળો આપ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના ૬૬ વર્ષના સુ. રંજનબેન પંકજકુમાર જોશી તરફથી સશસ્ત્ર સેના ધ્વજ દિન-૨૦૨૪ અંતર્ગત એક લાખનો ફાળો આપવામાં આવ્યો હતો તેઓ હાલ અમદાવાદ એમના પુત્રી સાથે રહે છે. ત્યારે ભાવનગરમાં અધિક્ષક ઇજનેર સોઇલ ડ્રેનેજ એન્ડ રેકલેમેશન વર્તુળ વડોદરા હેઠળની નાયબ ભૂમિ મોજણી અધિકારીના ભૂમિ મોજણી પેટા વિભાગ ભાવનગરના નિવૃત કર્મચારી સુશ્રી રંજનબેન જોશીની અનોખી રાષ્ટ્રભાવના જોવા મળી છે.   

ભાવનગરના નાયબ ભૂમિ મોજણી અધિકારીની કચેરીના નિવૃત કર્મચારી સુ રંજનબેન પંકજકુમાર જોશી તરફથી સશસ્ત્ર સેના ધ્વજ દિન-૨૦૨૪ અંતર્ગત ચેકથી ફાળો રૂ ૧,૦૦,૦૦૦/- (એક લાખ પુરા) આપેલ છે. તેઓ અમદાવાદથી ભાવનગર આવીને કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી ને મળીને ચેક અર્પણ કર્યો હતો. સુ રંજનબેન જોશી નાયબ ભૂમિ મોજણી અધિકારીની કચેરીમાં ભૂમિ મોજણી પેટા વિભાગ ભાવનગરમાં વર્ષ ૧૯૮૫ થી ૨૦૧૨ સુધી સતત સેવા આપી ચૂક્યા છે.   

સુ. રંજનબેન અનેક સેવાકર્યો કરે છે તેમજ અનેક સંસ્થાઓ, ગૌ શાળામાં સમયાંતરે દાન આપતા હોય છે પરંતુ પતિ સ્વ. પંકજકુમાર જોશી તેમજ રંજનબેનની સંયુક્ત ઈચ્છા હતી કે સશસ્ત્ર સેનામાં ફાળો લખાવે પરંતુ વર્ષ ૨૦૨૩ મા નિધન થતાં આ કાર્ય થઈ શક્યું ના હતું ત્યારે રંજનબેન એ સશસ્ત્ર સેનામાં ફાળો લખાવવાનું નક્કી કર્યું હતું જે એમને ભાવનગર કલેકટર કચેરી ખાતે એક લાખનો ચેક અર્પણ કરીને એમનો નિર્ધાર પૂર્ણ કર્યો હતો.  

સૈનિકો પોતાના પ્રાણની પરવા કર્યા સિવાય દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર તેમજ ધરતીકંપ અને પૂર જેવા કુદરતી પ્રકોપ અને અકસ્માત કે માનવ સર્જિત આપદાની પરિસ્થિતિમાં પણ નાગરિકોની સહાય માટે ખડે પગે રહેતા આપણા સૈનિકો અને રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના કુટુંબીજન પ્રત્યે ઋણ અદા કરવાની સમાજની જવાબદારીના ભાગરૂપે સૈનિકો અને તેઓના પરિજનોના કલ્યાણ હેતુ વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓના આયોજન સારૂ નાગરિકો પાસેથી ફાળો પ્રતિવર્ષ ૭ ડીસેમ્બરના રોજ “સશસ્ત્ર સેના ધ્વજદિન”ની ઉજવણીથી કરવામાં આવે છે. જેમાં આપણા સૈનિકો પ્રત્યે આદર અને આત્મીયતા પ્રગટ કરવા નાગરિકો સ્વેચ્છાએ “સશસ્ત્ર સેના ધ્વજદિન” ભંડોળમાં યથાશક્તિ યોગદાન આપે છે.

સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળના વ્યવસ્થાપન માટે રાજ્યસ્તરે રાજ્યપાલની અધ્યક્ષતા અને મુખ્યમંત્રીની સહઅધ્યક્ષતા હેઠળ રાજ્ય સૈનિક બોર્ડની સમિતિ કાર્ય કરે છે જિલ્લાસ્તરે ભંડોળ એકત્ર કરવા માટેના કાર્યક્રમોનું આયોજન અને સંયોજન જિલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ રચાયેલ “સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સમિતિ” કરે છે.

Related posts

Leave a Comment