હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા માં નન્હી કલી પ્રોજેક્ટ ભારતના નવ રાજ્યોમાં કાર્યરત છે જ્યારે ભરૂચ જિલ્લ માં 13000 નન્હી કલી પ્રોજેક્ટમાં હિસ્સો છે અને નન્હી કલી પ્રોજેક્ટ બાળકોના ભવિષ્ય અને વિકાસના કાર્ય કરી રહી છે. જ્યારે 21મી સદીના આધારિત લાઈફ રીક્સ ની ટ્રેનિંગ અને સ્પોર્ટ જેવી ગતિવિધિઓમાં સહયોગ કરી રહી છે.
સમગ્ર નન્હી કલી પરિવાર માટે એક ગર્વની વાત છે કે, ભરૂચ જિલ્લામાં નન્હી કલી ની 55 ટીમ કાર્યરત છે જયારે 1000 થી વધુ નન્હી કલી ફૂટબોલ રમી રહી છે. પાછલા ત્રણ વર્ષમાં નન્હી કલી લગાતાર ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ નું આયોજન કરતા આવી રહ્યા છે જ્યારે બધાના સહયોગથી વર્ષ 2025 નાં સીઝન- 4 નન્હી કલી ફૂટબોલ લિંગ ચેમ્પિયનશિપ માં સફળતા મળી છે.
આ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાની અને વાઘોડિયા ની 18 ટીમોએ ભાગ લીધો હતો જ્યારે જંબુસર તાલુકાની નોંધણા ગામ અને પીલુદરા ગાંમ ની ટીમ ચેમ્પિયનશિપમાં ચાર વિજેતા બન્યા. આ અવસર પર મુખ્ય અતિથિ તરીકે શિક્ષિકા કૃપાબેન, શિક્ષક રાહુલભાઈ, ભરૂચ જિલ્લાના ખેલ મંત્રી હિતેશભાઈ, સોશિયલ એક્ટિવિટી ધનુબેન, પાયલબેન, ઉર્વશીબેન, પીલુદરા સ્કૂલના હિતેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યાં તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોચ સ્કીલ એસોસિએટસ સ્ટાફ દ્વારા ભરપુર સહયોગ મળી રહ્યો હતો.