ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે એન.સી.ડી.સ્ક્રીનીંગ ડ્રાઈવનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા.૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં ૩૦ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓનું ડાયાબિટીસ અને હાયપરટેન્શન માટે સ્ક્રીનીંગ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલ.

જેના અનુસંધાને તબીબી અધિક્ષક, મેડિસિન વિભાગના વડા તથા અને એન.સી.ડી. કલીનીકના સીનીયર તબીબના માર્દર્શન હેઠળ ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે પણ ‘એન.સી.ડી.સ્ક્રીનીંગ ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી.માં સારવાર લેવા આવનાર ૩૦ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ ડ્રાઈવનો લાભ મળી રહે તે રીતે આયોજન હાથ ધરાયું હતું.

આ અભિયાન અંતર્ગત ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે સારવાર અર્થે આવનાર ૩૦ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓનું એન.સી.ડી.ક્લિનિક રૂમ ખાતે હાયપરટેન્શન તથા ડાયાબિટીસનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૧,૭૧૭ દર્દીઓની સ્ક્રીનીંગ તપાસ કરવામાં આવેલ, જે પૈકી હાયપર ટેન્શનના ૨૧૪ તથા ડાયાબિટીસના ૨૭૭ દર્દીઓનું નિદાન કરી સારવાર કરવામાં આવેલ હતી.

 

Related posts

Leave a Comment