હિન્દ ન્યુઝ, જામનગર
આઈ.ટી.આઈ.કાલાવડ દ્વારા વેકેશન દરમિયાન તા.૨૭-૦૩-૨૫ થી વિનામૂલ્યે જ્ઞાન સાથે ગમ્મત સમાન વેકેશન સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ધો-૭ થી વધુ અભ્યાસ કરેલ કોઇપણ વિદ્યાર્થી, શિક્ષક અને યુવાનો તેમજ જિજ્ઞાસુઓ ભાગ લઈ શકશે.
આ કેમ્પમાં ભાગ લેનારને વિવિધ ટેકનીકલ જ્ઞાન આપવામાં સાથે ઓન હેન્ડ પ્રેક્ટિકલ તાલીમ પણ અપાશે. કેમ્પમાં ભાગ લેનારને ઘરના ઉપકરણો પંખા, ફ્યુઝ, પાણીની મોટર વગેરેની જાતે રીપેરીંગ અંગેની પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટરમાં પેઈન્ટ, એક્સેલ અને પાવરપોઈન્ટ વગેરે શીખવવામાં આવશે. ઉપરાંત કાર અને બાઈકનુ એન્જીન તેમજ વેલ્ડીંગ ટ્રેક્ના મશીનોની પણ જાણકારી આપવામાં આવશે તેમ આચાર્ય, કાલાવડ આઈ.ટી.આઈ.ની યાદી જણાવાયું છે.