હિન્દ ન્યુઝ, આણંદ
બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રો નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ અંતર્ગત અરજી કરી પૂર્વ મંજુરી મેળવેલ અરજદાર ખેડૂત મિત્રોએ તેઓને મળેલ પોસ્ટ તથા મોબાઇલમાં મેસેજ દ્વારા મળેલ પૂર્વ મંજુરી અન્વયે સહાય મેળવવાપાત્ર હોય પરંતુ તે બાબતે ખરીદી કે વાવેતર કરી બીલો (સાધનિક કાગળો) સહિતની સહાય દરખાસ્ત રજુ કરવાની બાકી હોય તેવા તમામ અરજદારોએ આગામી તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં નાયબ બાગાયત નિયમકની કચેરી, રૂમ નંબર ૪૨૭-૪૨૯, ચોથો માળ, જૂનું જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદને બિન ચુક રજુ કરાવવા અનુરોધ કરવામાં આવે છે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓની વહીવટી રીતે કોઇ જ કાર્યવાહી કરવામાં આવશે નહિ, તેમ નાયબ બાગાયત નિયામક, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.