ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ-માંડવીના વિદ્યાર્થીઓ કરાટેની સ્પર્ધામાં ઝળક્યા

હિન્દ ન્યુઝ, સુરત 

         ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ બાળકોને ઉચ્ચ શિક્ષણની સાથે કરાટે સ્વરક્ષણ તાલીમ અ[અપાઈ રહી છે, જેના પરિણામે બાળકો સ્વરક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રમાં પણ આગળ વધી મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે સુરતના લાડવી ખાતે તા. ૧ અને ૨ ફેબ્રુ. દરમિયાન આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માંડવીના વિદ્યાર્થીઓ ઉજ્જવળ દેખાવ કરતા કુલ ૪૩ જેટલા મેડલો પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.

          આ પૈકી ૨૬ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આચાર્યશ્રી અને સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા, રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે એ માટે પ્રોત્સાહિત કરાયા હતા. બાળકોની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર કરાટે કોચ વૈભવભાઈ માહલાએ બાળકોને સતત તાલીમ અને પ્રોત્સાહન આપ્યું હતું.  –

Related posts

Leave a Comment