કોડીનાર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં ૩૨૨ ખેલાડીઓએ ભાગ લીધો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

                    રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની સીનીયર એથ્લેટીક્સ સ્પર્ધા સોમનાથ એકેડમી કોડીનાર ખાતે યોજાઇ હતી. જેમાં ભાઇઓ અને બહેનો મળી કુલ ૩૨૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ ૧૦૦મી. ભાઇઓમાં અંસારી નસિમ બહેનોમાં પરમાર પુરીબેન, ૨૦૦મી. ભાઇઓમાં ગૈાસ્વામી યશ અને બહેનોમાં ગાધે પુનમ, ૪૦૦મી. ભાઇઓમાં ચુડાસમા રાજેશ અને બહેનોમાં મૈયા આરતી, ૮૦૦મી ભાઇઓમાં બાંભણીયા અનિલ અને બહેનોમાં ગાધે પુનમ તેમજ ૧૫૦૦મી ભાઇઓમાં ચુડાસમા સંજય અને બહેનોમાં ઝાલા શિવાલી વિજેતા થયા હતા. આ વિજેતા ખેલાડીઓ તા. ૦૭-૦૮-૨૧ અને ૦૯-૦૮-૨૧ નાં રોજ હિમંતનગર ખાતે યોજાનાર રાજ્યકક્ષા સિનિયર એથ્લેટીક્સ સ્પર્ધામાં ગીર-સોમનાથનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા થયેલ ખેલાડીઓને જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ જોષી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, સિનિયર કોચ કાનજી ભાલીયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વીન સોલંકી, વરજાંગભાઇ વાળા અને અર્જુનભાઇ પરમારે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment