તાલાળા તાલુકાના ધણેજ અને ગલીયાવાડ ગામે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

                                 સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ સરકારના સૈાના સાથ, સૈાના વિકાસના ઉજવણીના ભાગરૂપે તાલાળાના તાલુકાના કોળી સમાજની વાડી ધણેજ અને ગલીયાવાડ ગામે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાકૃતિક ખેતી કરતા ખેડુતને ગાયના નિભાવ ખર્ચ પેટે અને તારની વાડની યોજના પાકના રક્ષણ આપવા હેતુથી લાભાર્થીઓને સહાય તેમજ શાકભાજીના વિક્રેતાઓને વિનામુલ્યે છત્રી વિતરણ કરવામાં આવી હતી. તેમજ ખેતી અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય, બાગાયત, પશુપાલન, ડેરી ઉદ્યોગ કામગીરીમાં આધુનિકતા લાવવા તાલીમ અને સહાયપેટે ૫ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધણેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ બાગાયત નિયામક એ.એમ.દેત્રોજા કર્યું હતું જેમાં અગ્રણી મહેન્દ્રભાઇ પીઠીયા, સરપંચ દેવાયતભાઇ કરગઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઇ વાડોદરીયા, મેરૂભાઇ બારીયા, કાર્યપાલક ઇજનેર યુ.જી.વસાવા, નાયબ ઇજનેર યુ.જી.વસાવા, ડી.આર.પરમાર અને ગલીયાવાડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ખેતીવાડી અધિકારી હદવાણીએ કર્યું હતું. જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન નાથાભાઇ અરજણ, વિજયભાઇ કનેરીયા, મામલતદાર બી.એચ.કુબાવત, પરેશભાઇ પટોળીયા, ભરતભાઇ અઘેરા, હિરાભાઇ માકડીયા, સરપંચ અરવિંદભાઇ લાડાણી સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment