હિન્દ ન્યુઝ, નર્મદા
ગુજરાત રાજ્ય માં આવેલ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નોને સરકાર સુધી પોહચડવા માટે ડિજિટલ પ્લૅટફૉર્મ ના મધ્યમ થી આંદલન શરૂ કર્યું. આ આંદોલન અંતર્ગત નર્મદાનાં શિક્ષકો એ સોશિયલ મીડિયામાં પોતાની માગણીઓ લખલે બેનર અને બ્લેકબોર્ડ પર લખી, સેલફી ફોટો સાથે પોતાની માંગણીઓ માટે નું આંદોલન વધુ તેજ બનાવ્યું છે. ગુજરાત રાજયમાં આવેલ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉ. માધ્યમિક, અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના શિક્ષકો ની પડતર માગણીઓ જેવી કે શિક્ષણ સહાયક ની નોકરીના પાંચ વર્ષ સળંગ ગણવા, ફાજલ શિક્ષકોને કાયમીરક્ષણ આપવું, જૂની પેન્સન યોજના લાગુ કરવી, જૂના શિક્ષકોની ભરતી, સાતમા પગાર પંચના હપ્તાની રકમ વગેરે જેવી અનેક માંગણીઓ સાથે આંદોલનમાં જોડાયા. રાષ્ટ્રીય મહા સંઘ દ્વારા ગત પહલી ઓગસ્ત થી આ સોશિયલ મીડિયા આંદોલન શરુ કરવામાં આવ્યું હતું. જે સાત ઓગસ્ત સુધી ચાલુ રહસે રાષ્ટ્રીય મહા સંઘ, નર્મદા ના સંયોજક રાજેશભાઈ પટેલ અને કલ્પેશભાઇ સુથાર ના જણાવ્યા મુજબ ગઈ કાલ સુધી માં 31 જિલ્લા માંથી સ્ટેટ લેવલે 20000 સેલ્ફી ફોટો પ્રાપ્ત થયેલ છે અને હજુ વધુ માં વધુ શિક્ષક મિત્રો જોડાય એવા પ્રયત્ન છે.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા