હિન્દ ન્યુઝ, આણંદ
વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમણે મેળવેલા જ્ઞાનને અંત્યોદય સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરદાર પટેલની સત્યની વિચારધારા સાથે આગળ વધી વ્યસનોથી દૂર રહી, રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા જણાવી, તેમનું જ્ઞાન સમાજ – રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે યુનિવર્સિટીની સિધ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ૩,૯૦,૭૬૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે. કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કુલ સચિવ ડો.ભાઈલાલભાઈ પટેલ, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર. એસ. દેસાઈ, અગ્રણી રાજેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, ચારુતર વિદ્યા મંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી ડીન, વિવિધ કોલેજના આચાર્યઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.