હિન્દ ન્યુઝ, નર્મદા
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કરમસદથી કેવડિયા સુધીની ‘સરદાર@ 150 યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે, નવી પેઢી સરદાર સાહેબના મૂલ્યો અને આદર્શોથી પરિચિત થાય, અને એકતાની તાકાતથી વિકસિત ભારતના નિર્માણ માટે આપણે આગળ વધીએ, તેવો આ યાત્રાનો હેતુ છે.
આજના આ ઊર્જાસભર અવસરે, મોદીજીએ પાઠવેલો પ્રેરક સંદેશ સૌ માટે ખૂબ ઉત્સાહવર્ધન કરનાર બની રહ્યો.
આજના ઐતિહાસિક અવસરે સરદાર સાહેબના લોખંડી મનોબળ, ત્યાગ અને રાષ્ટ્રભક્તિની ગાથાને વર્ણવતું ‘સરદાર સોંગ’ લોન્ચ કર્યું.
સરદાર સાહેબ હંમેશા સ્વદેશી વિચારસરણીના પ્રખર હિમાયતી રહ્યા. તેમના આ વિચારોને અનુરૂપ અને માનનીય વડાપ્રધાનએ આપેલ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા આજે સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ ‘સ્વદેશી શપથ’ લીધા.
