કચ્છ જિલ્લાના પોલીસ કર્મીઓને દિવાળી પૂર્વે અદ્યતન સુવિધાયુક્ત આવાસોની ભેટ !

હિન્દ ન્યુઝ, કચ્છ      કચ્છના ભુજ ખાતે કચ્છ-ભુજ પોલીસ કર્મચારીઓની સુવિધા અને સુખાકારી માટે અને તેમની કાર્ય નિષ્ઠાને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા નવા તૈયાર કરાયેલા ૧૪૪ રહેણાંક મકાનોને અર્પણ કર્યા તથા કચ્છ જિલ્લાના એસ.આર.પી.ગ્રુપ-૧૬, ભચાઉ ખાતે કક્ષા-બી ૭૨ આવાસોનું, ગાગોદરના નૂતન પોલીસ સ્ટેશનનું તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર ગૌશાળા – શિણાય-ગાંધીધામનું ઇ-લોકાર્પણ કર્યું. રાજ્ય સરકાર પોલીસ કર્મીઓના પરિવારોની સુખાકારીની દરકાર કરીને તેમને સુંદર આવાસોના નિર્માણ અને કર્મયોગીઓ માટે અદ્યતન ટેકનોલોજી સાથેના અત્યાધુનિક પોલીસ સ્ટેશન દ્વારા અનન્ય સુવિધાઓની ભેટ આપવા કટિબદ્ધ છે.

Read More

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં લિંબાયતના યોગેશ ચૌધરીને મળ્યો રૂ.૨૦ હજારનો આર્થિક સહારો

હિન્દ ન્યુઝ, સુરત      ગરીબ કલ્યાણ મેળાએ અનેક પરિવારોને આત્મનિર્ભરતાની નવી દિશા આપી છે. કતારગામમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લિંબાયતના સંજય નગરના રહેવાસી યોગેશભાઇ ચૌધરીને સુરત મહાનગરપાલિકાના યુએસસીડી વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ રૂ.૨૦,૦૦૦ની લોન આપવામાં આવી હતી.               લાભાર્થી યોગેશભાઇએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “સ્વનિધિ યોજનાથી મળેલી લોનથકી મારા શાકભાજીના વ્યવસાયને આગળ ધપાવવાનો માર્ગ મળી ગયો છે. પોતાના સંઘર્ષની વાત કરતાં વધુમાં ઉમેર્યું કે, “હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. છેલ્લા છ વર્ષથી શાકભાજી વેચવાનો વ્યવસાય કરી રહ્યો છું, જે મારા…

Read More

જામનગર જિલ્લા કલેકટર બી. કે. પંડયા સહિત અધિકારીઓએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી

જામનગર      ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરેલ છે. “વિકાસ સપ્તાહ-૨૦૨૪”ની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં કલેકટર બી. કે. પંડયા સહિતના અધિકારીઓ દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી હતી. સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબધ્ધ રહેવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહી દેશના વિકાસ અને…

Read More