રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૯/૦૬/૨૩ થી તા.૨૫/૦૬/૨૩) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

               ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા

(તા.૧૯/૦૬/૨૩ થી તા.૨૫/૦૬/૨૩)

તા.૦૧/૦૧/૨૦૨૩ થી

વર્ષમાં કૂલ નોંઘાયેલ

મેલેરિયા ૧૦
ડેન્ગ્યુ ૨૨
ચિકુનગુનિયા

અન્ય રોગચાળાની કેસની વિગત

(તા.૧૯/૦૬/૨૩ થી તા.૨૫/૦૬/૨૩)

ક્રમ વિગત કેસની સંખ્યા તા.૦૧/૦૧/૨૦૨૩ થી

વર્ષમાં કૂલ નોંઘાયેલ

શરદી – ઉધરસના કેસ ૨૧૭ ૭૮૪૦
સામાન્ય તાવના કેસ ૪૯ ૯૯૦
ઝાડા – ઉલટીના કેસ ૧૧૧ ૨૨૪૭
ટાઈફોઈડ તાવના કેસ
કમળો તાવના કેસ
મરડાના કેસ

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૯/૦૬/૨૩ થી તા.૨૫/૦૬/૨૩ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૫૨,૭૯૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૨૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ તિરૂ૫તી સોસા., જુના ગણેશ, ઘ એસ એપા., મોરબી રોડ બાયપાસ, રામનાથ૫રા સ્મશાન ગૃહ થી નદી કાંઠાનો વિસ્તાર, બેડીનાકા ટાવર થી શરૂ કરી અંદરની સાઇટનો તમામ વિસ્તાર તથા દરબાર ગઢ તથા બાલકૃષ્ણ હવેલી, ખત્રીવાડ તથા ભિચરીનાકા, જુમ્મા મસ્જીદ આસપાસનો વિસ્તાર, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશી૫ તથા આસપાસનો વિસ્તાર, મહર્ષિ અરવિંદ ટાઉનશી૫, અમૃત પાર્ક – ૧, અમૃત પાર્ક – ર, અમૃત સરિતા ગેઇટ – ૧ અને ગેઇટ – ર, હરીઘ્વારા બંગ્લોઝ, છત્ર૫તી શિવાજી ટાઉનશી૫ 2BHK બંગ્લોઝ તથા આસપાસનો વિસ્તાર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૩૮ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૧૫૬ અને કોર્મશીયલ ૬૮ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુધી ૫હોંચાડવી.  આમ, માત્ર ૧૦ મિનિટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા  જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે આટલું જરૂરી કરીએ.

(૧)    પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.

(૨)      પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.

(૩)      ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.

(૪)     બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.

(૫)      અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.

(૬)      છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.

(૭)    ડેન્‍ગ્‍યુનો મચ્‍છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્‍યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.

યાદ રાખો… આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુકત રાજકોટ

Related posts

Leave a Comment