હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટમાં સરકારી પોલીટેકનિક ખાતે વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવાનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી રમતગમત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટ્સ વીક દરમિયાન ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, રુબીકસ ક્યુબ, કેરમ, વકતૃત્વ સ્પર્ધા, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ડીબેટ, રંગોળી, મહેંદી, વન મિનીટ, જંકયાર્ડ, ક્લાસ ડેકોરેશન, રસ્સાખેંચ, ટ્રેઝર હન્ટ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોની સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
