કેન્દ્ર સરકારના વિકસિત ભારત@2047નાં સંકલ્પને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત     કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૨૨ અને ૨૩ ઓક્ટો.ના રોજ ‘વિકસિત ભારત @2047’ વિષય પર નર્મદ યુનિ.ના શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાર્થના હોલમાં ચિત્ર પ્રદર્શન યોજાશે.                     ચિત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન તા.૨૨મીના રોજ સવારે ૧૦.૩૦ વાગે કુલપતિ ડૉ કે. એન. ચાવડા અને કુલસચિવ ડૉ આર. સી. ગઢવીના હસ્તે કરવામાં આવશે.               ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં કેન્દ્ર…

Read More

પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીનું અભિવાદન

હિન્દ ન્યુઝ, સુરત  પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે માહિતી ખાતાના દક્ષિણ ઝોનના નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીનું સુરત માહિતી પરિવારે સ્વાગત અભિવાદન કર્યું હતું. કચેરીના વિવિધ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત નિયામકને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.            અમિત ગઢવી, ગાંધીનગર (સોશ્યલ મીડિયા શાખા), પાટણ તેમજ બનાસકાંઠામાં નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવ્યા બાદ પ્રમોશન મળતા સુરતમાં સંયુક્ત માહિતી નિયામક તરીકે નિયુક્ત થયા છે.            નાયબ માહિતી નિયામક યુ.બી.બાવીસા, સહાયક માહિતી નિયામક સર્વ સી.એફ.વસાવા અને મહેન્દ્ર વેકરીયા, સિનીયર સબ એડિટર પરેશ ટાપણીયા,…

Read More

‘નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના સંયુક્ત ઉપક્રમે “માદક દ્રવ્યોના વ્યસન તેમજ દુરૂપયોગ અંગે જાગૃતિ અને શિક્ષણ” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત     ‘નેહરુ યુવા કેન્દ્ર-સુરત’ અને ‘માય ભારત-સુરત’ના સંયુક્ત ઉપક્રમે સુરતના એપેરલ ટ્રેનિંગ એન્ડ ડિઝાઇન સેન્ટર(ATDC) ખાતે “માદક દ્રવ્યોના વ્યસન અને દુરૂપયોગ અંગે જાગૃતિ અને શિક્ષણ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૦ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના આધુનિક યુગમાં મોબાઇલના વધતા ચલણની સાથે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સહિતના દૂષણ પણ વધી રહ્યા છે. ત્યારે યુવાઓને આ પ્રકારના દરેક દૂષણોથી દૂર રાખવા જાગૃતિ ફેલાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.            આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવર્તન વ્યસન મુકિત કેન્દ્નના કાઉન્સિલર શ્રીમતી કલ્પનાબેન મહેતા અને સુનીતાબેન આહેરકાર…

Read More