હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં કેચ ધ રેઈન પ્રોજેકટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને ઝીલી લો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સગ્રંહ થાય તેવી સંકલ્પના વડાપ્રધાનએ કરી હતી. આ અભિયાન હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરત ખાતેથી કરવામાં આવી હતી. રાજયભરમાં ૮૦,૦૦૦થી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો માટેનું કમીટમેન્ટ મળી ચુકયું છે. રાજયની ઈન્ડસ્ટ્રીઝો, એન.જી.ઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી…
Read MoreDay: October 11, 2024
સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ગામોમાં ૧૯૬ ‘આયુષ્યમાન આરોગ્ય શિબિર’ યોજાઇ: ૭૩૦૦ લાભાર્થીઓ લાભાન્વિત
વિકાસ સપ્તાહ ૨૦૨૪-સુરત જિલ્લો હિન્દ ન્યુઝ, સુરત રાજ્યવ્યાપી “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુરત જિલ્લાના વિવિધ ગામોમાં કુલ ૧૯૬ ‘આયુષ્યમાન આરોગ્ય શિબિર’ યોજાઇ. જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓને ડાયાબિટીસ, હાયપરટેન્શન,ટી.બી, કેન્સર અને ચામડીના રોગો સહિતના રોગોની નિ:શુલ્ક પ્રાથમિક તપાસ અને સારવાર કરાઇ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પનો ૭૩૦૦ લાભાર્થીઓએ લાભ લઈ સારવાર મેળવી હતી. સર્વ રોગ નિદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર સર્વેશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં…
Read Moreપ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર જિલ્લામાં રૂ.૧૧૪.૮૩ કરોડના ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યા
વિકાસ સપ્તાહ અંતર્ગત હિન્દ ન્યુઝ, જામનગર જામનગર શહેર અને જિલ્લાના વિવિધ ૧૪૩ પ્રકલ્પોના કુલ રૂ.૧૧૪.૮૩ કરોડના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરતાં જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન તથા સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થયેલ છે. જેને રાજ્ય સરકાર દ્વારા “વિકાસ સપ્તાહ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન થયું છે. સાથે સાથે તેઓનો ગુજરાતનાં વિકાસમાં પણ સિંહ ફાળો રહ્યો છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારીને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન…
Read Moreજામનગર જિલ્લાની 328 શાળાઓમાં નિબંધ, વકતૃત્વ અને કવિઝ સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી જામનગર જિલ્લામાં વિવિધ તબક્કે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ કવિઝ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ વિદ્યાર્થીઓ વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે. વિકાસ સપ્તાહ અંતર્ગત સેતાલુસ, ડેરા છીકારી, મોટી માટલી, ખટીયા સહિતની શાળાઓ ખાતે ડિબેટ તથા ચિત્ર સ્પર્ધા જ્યારે બોરીયા, ખાન કોટડા, સનેસ, ડાંગરવાડા સહિતની શાળાઓમાં નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.જિલ્લાની કુલ 328 શાળાઓમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં 22 હજારથી…
Read Moreઆયુર્વેદ ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ ની ઉજવણીના ભાગરૂપે
હિન્દ ન્યુઝ, રાજકોટ વિકાસ સપ્તાહ ૨૦૨૪ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૪ની થીમ આયુર્વેદ ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના પ્રજાજનોને આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મળી રહે તેમ જ આયુષની આરોગ્ય પદ્ધતિઓ વિશે લોકો માર્ગદર્શન મેળવી સુખાકારી પ્રાપ્ત કરે તે હેતુ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત કેમ્પસ ખાતે આયુષ મેળો યોજાયો હતો. આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથીક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં પંચકર્મ પદ્ધતિ મર્મચિકિત્સા અગ્નિકર્મ, વિધ્ધકર્મ જેવી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓથી દર્દીઓની સારવાર કરી લોકોને ચિકિત્સા પદ્ધતિ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ડોક્ટરો દ્વારા…
Read Moreવિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ધ્રોલ તાલુકાના ખારવા ગામે આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરની સુચના અન્વયે ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ધ્રોલ તાલુકાના ખારવા ગામે સર્વેરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર ડો.જે.પી સોનગરા દ્વારા તમામ લાભાર્થીઓનું આયુર્વેદ પદ્ધતિથી નિદાન અને સારવાર કરવામાં આવી હતી તથા દરેક લાભાર્થીઓનું બ્લડપ્રેશર અને સુગર તપાસ કરી તે વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.તેમજ આયુર્વેદના પ્રચાર પ્રસાર અર્થે…
Read Moreવધુ ઉત્પાદન, સારી ગુણવત્તા અને ઓછો ખર્ચ આ બધું પ્રાકૃતિક ખેતી દ્વારા જ શક્ય બનશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, જામનગર ગ્લોબલ વોર્મિંગ સામે પ્રાકૃતિક ખેતી જ ટકી શકશે, રાસાયણિક ખાતરના ઉપયોગથી થતી ખેતી નહીં ટકી શકે. જો પાકમાં વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા ઓછા ખર્ચે જોઇતી હોય તો તે પ્રાકૃતિક કૃષિ દ્વારા જ શક્ય બનશે એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વધુ વેગવાન બને તે માટે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ખાસ ઉપસ્થિતમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિનો મુખ્ય વિષય તરીકે…
Read More