‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ ચોપાટીની સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આ વર્ષે પણ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ હેઠળ “સ્વચ્છતા હી સેવા અભિયાન” વેગવંતુ બનાવાયું છે.  વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ શહેરની ચોપાટી અને આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી.  

Read More

ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા વન્યજીવ સપ્તાહ – ૨૦૨૪ની ઉજવણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      વન્યજીવ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણીને અનુલક્ષી ગીર પશ્ચિમ વન વિભાગના કાર્ય વિસ્તાર હેઠળના જુદી જુદી રેન્જોમાં વન તેમજ વન્યપ્રાણીઓ બાબતે ગીર આસપાસના વિસ્તારના લોકોમાં જાગૃતી આવે તે હેતુથી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યની પેઢીમાં વન સંરક્ષણ તેમજ વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતી આવે તે હેતુથી જયાં વસે વીર, એ આપણું ગીર” ના શિર્ષક હેઠળ નાટય પ્રસ્તુતિ કરી ગીર કાંઠાની આવનારી પેઢીમાં વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. વન્યપ્રાણી સપ્તાહ દરમિયાન ગીર પશ્ચિમ વિભાગ હેઠળની તમામ ૧૦ રેન્જમાં તેમજ આ નાટયકૃતિ પ્રસ્તુત કરી…

Read More

સૂત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ડાયાલિસિસ વિભાગનું ઉદ્દઘાટન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    સૂત્રાપાડા ખાતેના આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સાંસદ  રાજેશભાઈ ચૂડાસમાના હસ્તે ડાયાલિસિસ વિભાગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સૂત્રાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે જ હવે ડાયાલિસિસ વિભાગ શરૂ થતાં ડાયાલિસિસના દર્દીઓને વેરાવળ-જૂનાગઢના ધક્કા નહીં ખાવા પડે અને સૂત્રાપાડામાં જ ડાયાલિસિસની સારવાર મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, ડાયાલિસિસમાં કિડની કામ કરતી બંધ થાય ત્યારે શરીરમાં ભેગા થતા બિનજરૂરી તત્વો, પદાર્થો અને વધારાના પ્રવાહી, ક્ષાર અને એસિડ જેવા રસાયણોને કૃત્રિમ રીતે દૂર કરવાની, શુદ્ધિકરણ કરવાની પધ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે. સૂત્રાપાડા તાલુકામાં ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ કરાવવા માટે વેરાવળ, જૂનાગઢના ધક્કા…

Read More

સૂત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ડાયાલિસિસ વિભાગનું ઉદ્દઘાટન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સૂત્રાપાડા ખાતેના આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સાંસદ  રાજેશભાઈ ચૂડાસમાના હસ્તે ડાયાલિસિસ વિભાગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સૂત્રાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે જ હવે ડાયાલિસિસ વિભાગ શરૂ થતાં ડાયાલિસિસના દર્દીઓને વેરાવળ-જૂનાગઢના ધક્કા નહીં ખાવા પડે અને સૂત્રાપાડામાં જ ડાયાલિસિસની સારવાર મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, ડાયાલિસિસમાં કિડની કામ કરતી બંધ થાય ત્યારે શરીરમાં ભેગા થતા બિનજરૂરી તત્વો, પદાર્થો અને વધારાના પ્રવાહી, ક્ષાર અને એસિડ જેવા રસાયણોને કૃત્રિમ રીતે દૂર કરવાની, શુદ્ધિકરણ કરવાની પધ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે. સૂત્રાપાડા તાલુકામાં ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ કરાવવા માટે વેરાવળ, જૂનાગઢના…

Read More

કુંવરબાઈનું મામેરૂ, વિધવા સહાય, જાતિ પ્રમાણપત્ર જેવી કુલ ૩,૧૧૦ અરજીઓનો હકારાત્મક ઉકેલ

સૂત્રાપાડા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાયો હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      વહીવટી તંત્રના વિવિધ વિભાગની સેવાઓ અને યોજનાઓને લોકો સુધી લઈ જઈને ઘરઆંગણે લાભ આપવાના અભિગમ સાથે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવે છે. સૂત્રાપાડા મુકામે છેવાડાના લાભાર્થીઓ સરકાર યોજનાઓના લાભોથી વંચીત ન રહી જાય તે માટે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાસેતુ કેમ્પમાં રાશન ધારકોની ૭૯૬, સાતબાર/આઠ-અના ૬૮૧ પ્રમાણપત્રો, રાશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૧૨૭ અરજી, ૬૪ આધારકાર્ડમાં સુધારા, ૫૫ વોટર અને ડ્રેનેજ કનેક્શન, ૨૭ જાતિ પ્રમાણપત્ર, ૧૯ પ્રોપર્ટી ટેક્સ, ૧૫ જન્મમરણના પ્રમાણપત્ર, ૮ પી.એમ.સ્વનિધિ યોજના, ૬ વિધવા સહાય,…

Read More

ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લાના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાને બે નવી એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતેથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વેન્ટિલેટર, મોનિટર, ઓક્સિમીટર, ઓક્સીજન ફ્લોમીટર, તમામ વાઈટલ કિટ અને મેડિસિન, એર-વે મેનેજમેન્ટ, સેન્સર કેમેરા, ચાર પ્રકારના સ્ટ્રેચર જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ આ બન્ને એમ્બ્યુલન્સને અનુક્રમે વેરાવળ તેમજ ઉના ખાતે કાર્યરત કરાશે.  ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં ૧૪ જેટલી ‘૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ’…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર       આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999, દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EM 0001 થી 9999 અને હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EJ 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૧-૧૦-૨૦૨૪ થી તા.૧૩-૧૦-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૩-૧૦-૨૦૨૪ થી તા.૧૫-૧૦-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે.વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી,ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Read More

ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટ પ્રાકૃતિક ખેતી અપનાવી વધુ આવક મેળવીને અન્ય ખેડુતોને પ્રાકૃતિક ખેતીનાં મહાયજ્ઞમાં જોડાવા અપીલ કરી રહ્યા છે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના એક ખેડૂત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાક તેમના ફાર્મમાં અને માર્કેટમાં વેચાણ કરી કમાણી કરી રહ્યા છે. ટીમાણા ગામના ખેડૂત કનુભાઈ ભટ્ટ આઠ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના, બાગાયત વિભાગનાં અને સુભાષ પાલેકરનાં સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ બે થી અઢી લાખની આવક મેળવે છે. આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન થકી તેઓ પણ…

Read More