સુણાવ ખાતે યોજાયેલ રોજગાર ભરતીમેળામાં ૪૭ અરજદારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, આણંદ

   Bજિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા પેટલાદની સુણાવ ખાતે આવેલ આર. કે. ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ,આઈ.ટી.આઈ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રોજગાર ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા કુલ ૭૨ ઉમેદવારો હાજર રહ્યા હતા.

આ ભરતી મેળામાં કુલ ૦૫ નોકરી દાતાઓ જેવા કે, ટેલેન્ટ પ્રો એમ્પાવર સોલ્યુશન, ક્વીસ ક્રોપ,શ્રી રામ ફાઈનાન્સ, નેસ્કો, ઓસ્ટીન ફૂડ એન્ડ બેવરેજ દ્વારા તેમના એકમોમાં રહેલ ૩૮૨ જેટલી વિવિધ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા હાજર રહ્યા હતા.

આ રોજગાર ભરતી મેળામાં કુલ ૪૭ રોજગારવાંચ્છું ઉમેદવારોની પ્રાથમિક પસંદગી નોકરીદાતાઓ દ્વારા કરવામાં આવી છે,તેમ રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment