ઝાલોદ ખાતે આજે ૧૩૦ ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના જન્મ દિન નિમિત્તે ચિત્રોડિયા ગામે મંજુર થયેલ પ્રા.શાળા ના ઓરડા નુ ભૂમિ પુજન

ઝાલોદ,

 

ઝાલોદ ખાતે આજે ૧૩૦ ઝાલોદ વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય ભાવેશભાઈ કટારા ના જન્મ દિન નિમિત્તે ધારાસભ્ય ભાવેશભાઇ કટારા અે ચિત્રોડિયા ગામે મંજુર થયેલ પ્રા.શાળા ના નવિન (૬) ઓરડા નુ ભૂમિ પુજન કરી ખાત મુહર્ત કરેલ હતું.

હાલના કોરોના મહામારી વચ્ચે પોતાના જન્મ દિવસ ને યાદગાર બનાવી સાદાઇ થી પ્રા.શાળા ચીત્રોડિયા ના નવિન છ ઓરડા મંજુર કરાવી બાળકો ના ભવિષ્ય ની ચિંતા કરી બિજા અનેક નેતા અને રાજકારણી ઓ માં અેક ઉમદા ઉદાહરણ પુરુ પાડી સાદાઇ થી જન્મ દિવસ ની ઉજવણી કરી. જેમાં ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ અેસ.ડાંગી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અમરસિંહ માવી અને ૧૩૦.ઝાલોદ યુથ પ્રમુખ સંજય નિનામા સહિત નગરપાલિકા ના કાઉન્સિલરો અને મુખ્ય કાર્યકરતા ઓ ઉપસ્થિત રહયા.

 

રિપોર્ટર : ઇફતેહખા ફકીરા, ઝાલોદ

Related posts

Leave a Comment