રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી પતરા હટાવવાની સાથે જ સાંસ્કૃતિક વિભાગે ઠપકાર્યું ૩ કરોડનું બિલ

રાજકોટ,

 

રાજકોટ શહેરમાં કોરોના ના કેસ નોંધવાની શરૂઆતથતા જ જંગલેશ્વર વિસ્તારને મનપાએ કન્ટેઈનરમેન્ટ ઝોન જાહેર કરી ત્યાં કડક લોકડાઉનનુ પાલન થાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડકરી ફરતા પતરા લગાવી દેવામાં આવ્યા હતા અને જ્યારે આ પત્ર કાઢી લેવામાં આવ્યા છે છતા તે ચર્ચામાં છે. કારણ કે આ પતરાના ભાડા પેટે મોટી રકમનુ બિલ  મુકતાની સાથે જ ભ્રષ્ટાચાર ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે  કોરોનાલક્ષી કામગીરી કરવા માટે રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને તેમાં આશ્ચર્યજનક વાત એ છે કે આરોગ્ય વિભાગે તેની કામગીરીનુ બિલ 30 લાખ મૂક્યું છે. અને જ્યારે મંડપ,પતરા, આડશ,જેવી વસ્તુઓના ભાડાનું બિલ ૩ કરોડનુ બિલ મૂક્યું છે. અને જેટલો ખર્ચ સાંસ્કૃતિક વિભાગે ભાડા પાછળ કર્યો તેટલામાં તો મનપા જાતે આ વસ્તુઓ ખરીદી શકી હોત. જોકે આ બીલ ની વાત મીડિયાના ધ્યાનમાં આવતાની સાથે જ એજન્સીને ભાડાનું પેમેન્ટ કરવાની કામગીરી અટકાવી  અને બીલ ની તપાસ કરવામાં આવી છે. જ્યારે હવે જોવાનું એ રહ્યું કે મનપા દ્વારા શું  ખુલાસો  કરવામાં આવે છે.

 

રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment