રાજકોટ,
રાજકોટ શહેર વાસીઓ માટે એક વધુ ચિંતા થવાની ભીતિ સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન હતું. ત્યારે લોકોને જે ઇ વિજબીલ મળ્યું હતું. તે ભરવાં માટે જ્યારે ઓફીસે ગયા ત્યારે વિજબીલ ભરવાની સાથે લોકોને વધુ ૪૪૦ વોટનો ઝટકો લાગ્યો. જે વિજબીલ ૬૬૦ રૂપિયાનું આવ્યું હતું તે લોકડાઉન ખુલતા ૨૦૫૯૦ રૂપિયા કેવી રીતે આવી શકે. મધ્યમ પરિવાર પાસેથી જાણવા મળ્યા અનુસાર જ્યારે કામધંધા બંધ હોય ત્યારે આટલું ગેરવ્યાજબી વિજબીલ જનતા સાથે સંપૂર્ણ અન્યાય કહી શકાય. જો આ રીતે જ ચાલ્યું તો રાજકોટવાસીઓ માટે આ ઘણો ચિંતાનો વિષય બની શકે છે. વિરોધપક્ષ કોંગ્રેસ આ મુદ્દે રાજકોટ માં P.G.V.C.L ની ઓફોસે વિરોધ માટે એકત્ર થઈ અને રજુઆત કરી વિરોધ નોંધાવી રહ્યા છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ