રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું અતિ આધુનિક કોવિડ કેર સેન્ટર બનાવાયું છે

રાજકોટ,

રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું અતિ આધુનિક કોવિડ કેર સેન્ટર બનાવાયું છે જે રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવશે. ડિઝાઇન તૈયાર થયા બાદ શાપરમાં આવેલી વનગાર્ડ ડિઝાઇન સ્ટુડીઓએ તે મુજબ બોક્સ તૈયાર કર્યા અને બેડ તૈયાર થયો. આ જ પ્રકારે ટિપોઇ અને બે બેડ વચ્ચે આડશ મૂકવા પાર્ટિશન પણ પુઠ્ઠાનું બનાવ્યું છે. પુઠ્ઠાને ડિસઇન્ફેકશન ના થાય તે માટે પુઠ્ઠાને પ્લાસ્ટિક કોટેડ બનાવ્યા છે. જેના પગલે ડિસઇન્ફેક્ટ કર્યા બાદ પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું કોવિડ કેર સેન્ટર બનાવ્યું છે. ગુજરાતમાં સૌપ્રથમવાર અતિ આધુનિક પુઠાના બેડનું કોરોના કેર સેન્ટર ઉભું કરાયું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કોરોના કેર સેન્ટરની કરી મુલાકાત અને સુવિધાઓ વિશે માહિતી પણ લીધી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment