સિદ્દી સમાજના બાળકોમાં રહેલ રમતની પ્રતિભાને ઉજાગર કરવા સિદ્દી રમત પ્રતીભા પસંદગી તાલીમ શિબિર યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

    સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાતભરના અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરતા, સંઘર્ષમય તેમજ કુદરતી રીતે વિપરીત પરિસ્થિતિઓમાં જીવન નિર્વાહ કરતા સમૂહોના પરિવારજનો સાહસિકતા, સંઘર્ષ, સહનશિલતા, લડાયક જેવા ગુણો ધરાવતા હોય છે.

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કરીને ગીર સોમનાથ, જુનાગઢ, ભરૂચ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારમાં વસતા સિદ્દી સમાજની સુષુપ્ત રમત શક્તિઓને શોધી જુદી જુદી રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળ થવા માટે તૈયાર કરવા તથા શિક્ષણના સમન્વય સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની અલગ અલગ માધ્યમથી શોધ કરવામાં આવે છે.

જે અનુસંધાને ગુજરાતના દરેક જિલ્લાઓમાં સિદ્દી સમાજના બાળકોમાં રહેલ રમતની પ્રતિભાને ઉજાગર કરવા સિદ્દી ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન પ્રોગ્રામ થનાર છે.

આગામી સમયમાં ૭ (સાત) દિવસ નિવાસી તાલીમ શિબિર યોજાનાર છે. જેમાં તા.૦૧-૦૧-૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૬ દરમ્યાન જન્મેલા સિદ્દી ભાઈઓ અને બહેનો પ્રતિભાવાન બાળકો માટે સિદ્દી રમત પ્રતીભા પસંદગી તાલીમ શિબિર ૨૦૨૪નું આયોજન થનાર છે.

જેમાં યોગ્યતા ધરાવતા તમામ સિદ્દી બાળકોના રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ રમત સંકુલ, રામપુરા (બાકરોલ) ખાતેથી મેળવીને ત્યાં જ ફોર્મ પરત કરવાના રહેશે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીએ અખબાર યાદીમાં જણાવ્યુ છે.

Related posts

Leave a Comment