તળાજા મોડેલ સરકારી હાઈસ્કુલ ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત કાર્યક્રમ યોજાયો  

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા. ૦૪/૧૦/૨૦૨૪ના રોજ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્રારા તળાજા મોડેલ સરકારી હાઈસ્કુલ ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

જેમાં હાઈસ્કુલના આચાર્ય વિશાલભાઈ રાજયગુરૂ દ્રારા પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત બાળ લગ્ન કોને કહેવાય, તે અંગેની વિવિધ કલમો અંગે અને કાયદા અંગે તેમજ વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાની માહિતી DHEW સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના મિશન કો-ઓર્ડીનેટર તેમજ જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી તેમજ આ કાર્યક્રમ માં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તળાજા ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment