ભાવનગરમાં ઘરશાળા પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સાયબર સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો 

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા.30/09/24 ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા ઘરશાળા પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સાયબર સેફટી અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સાયબર સેફટીના પ્રવીણભાઈ પરમાર, રોજગાર કચેરીના ઉદયભાઇ વ્યાસ, DHEW યોજનાની ટીમ અને PBSC કાઉન્સેલર તેમજ કોલેજ ની 225 વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ હતી. જેમાં પ્રવીણભાઈ દ્વારા સાયબર સેફટી વિશે વિસ્તૃત પી.પી.ટી. અને વિડીયો દ્વારા સમજ આપવામાં આવેલ હતી. DHEW ટીમ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના અંગે માહિતી આપવામાં આવી અને અંતમાં રોજગાર કચેરી દ્વારા રોજગાર અંગેની માહિતી આપવામાં આવેલી હતી. 

આ ઉપરાંત ભાવનગર યુનિવર્સિટી ખાતે સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ સાથે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ચાવડા, D.H.E.W ટીમમાંથી મિશન કો ઓર્ડનેટર સંજયભાઈ અને જેન્ડર સ્પેશિયાલિસ્ટ અજયભાઈ, રોજગાર કચેરીમાંથી ઉદયભાઈ વ્યાસ તથા મહિલા સહાયતા કેન્દ્રમાંથી વાઘેલા રીના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં DHEW ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત બાળ લગ્ન કોને કહેવાય, તે અંગેની વિવિધ કલમો અને કાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી

Related posts

Leave a Comment