જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫ માટેના ઓનલાઇન ફોર્મ ભરવા અંગે

હિન્દ ન્યુઝ, આણંદ

      આચાર્યશ્રી, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૮ અને ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તા.૩૦, ઓક્ટોબર સુધી આવેદન કરી શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.પ્રવેશ પરીક્ષાતા. ૦૮/૦૨/૨૦૨૫ શનિવારના રોજ યોજવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમશ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય ભારત સરકાર દ્વારા સંચાલિત સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જેમાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ-અલગ ઉતમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાષ્ટ્રિય એકતા માટે સ્થળાંતર નીતિ, રમત ગમત તથા SPC, NCC, SCOUT & GUIDE, ART & MUSIC જેવી સહ શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સર્વાંગીક વિકાસની ઉત્તમ તકો છે.

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ http://www.navodaya.gov.in છે, તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment