ગુંદરણ પ્રાથમિક શાળામાં વન્યપ્રાણી અને પર્યાવરણ વિશે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા તાલાલા તાલુકાના ગુંદરણ ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી અને પર્યાવરણ અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે જ વિદ્યાર્થીઓને વન અને વન્યપ્રાણીનું મહત્વ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગીર પશ્ચિમ વન વિભાગ હેઠળની તાલાલા રેન્જ દ્વારા તા.૨ થી ૮ ઓક્ટોબર વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે તાલાલાના ગુંદરણ ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી અને પર્યાવરણ વિશે વકૃતવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૧૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ટોપ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓને વન અને વન્યપ્રાણીનું મહત્વ અને સંરક્ષણ અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

Related posts

Leave a Comment