પ્રભાસ પાટણ નગરપાલિકા ખાતે સેવાસેતુનો લાભ લેતા નાગરિકો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે તેવા પારદર્શી અભિગમ સાથે રાજ્યવ્યાપી ૧૦માં તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરાવળ-પાટણ શહેરી વિસ્તારનો દસમો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ૬૬૧ રાશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી, ૩૦૨ સાતબાર/આઠ-અના ઉતારા પ્રમાણપત્ર, ૧૮૩ રાશનકાર્ડમાં નામ દાખલ કરવું, ૧૪૫ બસ કન્સેશન પાસ, ૭૦ જન્મમરણના પ્રમાણપત્ર, ૭૭ આવકના દાખલા, ૩૧ આઈસીડીએસ બાળકોના આધારકાર્ડ, ૧૭ પ્રોપર્ટી ટેક્સ, ૧૫ લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ૭ ઘરેલું નવા વીજ જોડાણની અરજીઓ, ૬ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ૫ વિધવા સહાય, ૩ પ્રધાનમંત્રી જીવન જ્યોતી યોજના, ૨ અટલ પેન્શન, ૨ કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના જેવી વિવિધ યોજનાઓના ૧૮૬૩ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. 

આ સેવાસેતુ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, ચીફ ઓફિસર ચેતન ડુડિયા. અગ્રણીઓ જયદેવભાઈ જાની, સુભાષભાઈ વૈયાટા સહિત વેરાવળ-પાટણ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment