વિરમગામ તાલુકાનાં કયલા ગામે ભાજપ ની સભા યોજાઈ

હિન્દ ન્યૂઝ, વિરમગામ

આજ રોજ વિરમગામ તાલુકા ના કાયલા ગામ ખાતે અગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી માનનિય ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની પ્રેરક ઉપસ્થિત મા સભા યોજાયી. જેમા અમદાવાદ જીલ્લા ભાજપ મહામંત્રી નવદિપભાઈ ડોડીયા, અમદાવાદ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રભુભાઈ કોળી પટેલ, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ, વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ, શાહપુર જીલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર લલિતાબેન પઢાર, કાયલા તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર કમરૂદીનભાઇ, અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પુર્વ ચેરમેન જગદીશભાઈ મેળીયા, શાહપુર જીલ્લા પંચાયત સીટ ના પ્રભારી કનુબાપુ, વિરમગામ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના પુર્વ ચેરમેન હરીભાઈ મકવાણા, રૂપાવટી ગામ ના સરપંચ જશુભાઈ, કાયલા ગામ ના ઉપસંરપંચ ગભુભાઈ તથા કાયલા અને રૂપાવટી ગામ ના આગેવાનો અને કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કયલા અને રૂપાવટી ના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment