હિન્દ ન્યૂઝ, માણાવદર
જૂનાગઢ જિલ્લામાં તેમજ ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના રસિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેસર કેરીના બગીચામાં આંબે સારા એવા મોર આવતા કેરીનું મબલક ઉત્પાદન થવાની સંભાવના જોવામાં આવી રહી છે અને તેને લઇ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં તેમજ ખાસ કરીને ગીર સોમનાથના તાલાલા ગીર કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. સોરઠ પંથકમાં આંબાના બગીચાઓમાં જોરદાર ફ્લાવરિંગ થતાં મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક ખુશીના માહોલ જોવા મળી રહ્યો છે. જુનાગઢ આ વર્ષે કેરીની સીઝન ડબલ જેવી હશે એટલે કે લાંબા સમય સુધી કેરી રસિકો ને કેરીનો સ્વાદ ચાખવા મળશ. હાલનો સમય અને વાતાવરણ કેરીના પાક માટે ઉત્તમ હોવાના કારણે સીઝન લાંબી હોય ચાલશે પરંતુ વધારે પ્રમાણમાં ઉત્પાદન થવાના કારણે મધ્યમ અને ગરીબ લોકોને પરવડે તેઓ ભાવ પણ રહેશે. ઠંડીમાં ધીમેધીમે ઘટાડો થતા આંબા ની પર ફ્લાવરિંગ સારું થઈ રહ્યું છે. તેમજ મગીયો પણ બંધાવાની શરૂઆત થઈ રહી છે. ફળોનો રાજા કેરી, મીઠી મધુર કેરી એટલે સોરઠની કેરી.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર