નેકનામ માધ્યમિક શાળાના આચાર્ય આર.પી.મેરજાનો વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી

       નેકનામ માધ્યમિક શાળાના આચાર્યશ્રી આર.પી. મેરજા ગત તા. 31 ઓગસ્ટના રોજ વય નિવૃતિના કારણે તેઓની સેવામાંથી નિવૃત થતાં તેઓની સેવાઓને બિરદાવાઇ હતી. આર.પી. મેરજાની નિવૃત્તિ પ્રસંગે શાળા સંચાલક મંડળ, ગ્રામ પંચાયત, શાળા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આચાર્યની સેવાઓ બિરદાવવા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારિયા, ગામના સરપંચ કનકસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના માજી સરપંચઓ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેશવજીભાઇ રૈયાણી, તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન કામરિયા, તાલુકા પંચાયત ટંકારાના કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા તથા ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગીતાબેન ભોરણીયા, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ઘનશ્યામસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રીમતી જ્યોત્સનાબેન ચીકાણી, તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા ઉપસ્થિત રહી આચાર્ય આર.પી. મેરજાની સમગ્ર કારકિર્દીમાં આપેલ સેવાઓને બિરદાવી હતી.

ગામના ઉદ્યોગપતિઓ સર્વ હંસરાજભાઈ હાલપરા, પ્રવીણભાઈ કોરિંગા, નાનજીભાઈ લાલપરા, પરસોતમભાઈ કોરીંગા, અરવિંદભાઈ રૈયાણી, દિનેશભાઈ સાણંદિયા, શામજીભાઈ રૈયાણી અરજણભાઈ હરણીયા, સુરેશભાઈ હરણીયા, દિનેશભાઈ હાલપરા, કચરાભાઈ ઘોડાસરા તથા જયદીપસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહેલા હતા

મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એસ.પી. સરસાવડીયા, ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા, દિલીપભાઇ બારૈયા, ટંકારા સંકુલ કન્વીનર ભાવેશભાઈ જીવાણી, સહ કન્વીનર વિજયભાઈ ભાડજા તથા ગામના વિવિધ આગેવાનો, નિવૃત્ત શિક્ષકમિત્રો, આચાર્યો તથા ટંકારા તાલુકાની ગ્રાન્ટેડ અને સ્વ નિર્ભર શાળાના આચાર્ય મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્યના વરદહસ્તે નિવૃતિ લેનાર આચાર્ય આર.પી.મેરજાનું શાલ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ આગેવાનો અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ પોતાના વક્તવ્યમાં વિદાય લેતા આચાર્યના કામની નોંધ લઇ અન્ય શિક્ષક આચાર્યને પ્રેરણા સંદેશ પાઠવ્યો હતો. ગામના સરપંચ કનકસિંહ ઝાલાએ કાર્ય પદ્ધતિ કાર્યકુશળતાની નોંધ લઈ શાળાને એક વહીવટ કુશળ આચાર્યની ખોટ પડશે તેમજ તેમને શાળાના વિકાસ માટે કરેલા ભગીરથ કાર્યોની પ્રશંસા કરી અભિનંદન પાઠવેલ હતા.

કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ કોરીંગા, કનકસિંહ ઝાલા, તરૂણાબેન કોટડીયા, હરેશભાઇ ભાલોડીયા તથા રમેશભાઈ ભુભરીયાએ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું. અંતમાં આચાર્ય આર.પી. મેરજાએ પ્રતિભાવ સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તથા શાળાની શૈક્ષણિક જરૂરિયાત માટે રૂ.૨૫૦૦૦/ રોકડા શાળાને અર્પણ કર્યા હતા.

Related posts

Leave a Comment