વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે સેવાસેતુનો લાભ લેતા ગ્રામજનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લાના તમામ તાલુકાઓમાં ‘સરકાર આપને દ્વાર’ અને ‘સેવા થકી સુશાસન’ના મંત્રને સાર્થક કરતા સેવાસેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને વિવિધ યોજનાઓ અને સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાંડુવાવ ખાતે યોજાયેલા દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો ચાંડુવાવ અને આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો.

સરકારના જુદા જુદા વિભાગની વિવિધ ૫૫ સેવાઓના સીધા લાભ એક જ સ્થળે મળી રહે તેવા હેતુસર વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ભાલપરા, ડારી, આદ્રી, નવાપરા, સીમાર, સીડોકર, સુપાસી, કિંદરવા, મલોંઢા, ચાંડુવાવ, દેદા, પાલડી, ચમોડા, છાપરીના અરજદારોને જુદી-જુદી ૩૫૩૭ જેટલી અરજીઓની સેવા પૂરી પાડવામાં આવી હતી.

આ સેવાસેતુ કાર્યક્રમમાં સામાન્ય લોકો માટે ૨૪૫ પાસ કન્સેશન, ૧૯૧ આવકના દાખલા, ૧૮૩ રાશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી, ૧૭૫ મિલકત આકારણીના ઉતારા, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં ૧૦૪ લાભાર્થીના ઈ-કે.વાય.સી, ૯૪ આધારકાર્ડમાં સુધારા, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે ૫૧ અરજી, ૩૩ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ૧૨ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ૬ કુંવરબાઈનું મામેરૂ જેવી વિવિધ સહાય યોજના અંતર્ગત કુલ ૩૫૩૭ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment